________________
ગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ રહેવાનું નથી તે અકાર્ય કરી તેને પશ્ચાત્તાપ કરે, તેની માફી માગે, તેને છુપાવે નહિ અને તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. ૩.
ચેથું ક્રોધથી અસત્ય બેલાય છે. ક્રોધના આવેશમાં મનુષ્ય પિતાનું ભાન ભૂલી જાય છે. આત્મામાં એક જાતને મહાન વિકાર પેદા થાય છે. અને તેની છાયા ભ્રકુટિની ભીષણતા, અધરનું ઝૂરવું, મુખની લાલાશ અને શબ્દના વિપરિતપણારૂપે બહાર આવે છે. ક્રોધને પરાધીન થએલા મનુષ્યને વાગ્યાવાગ્યનું કે કર્તવ્ય–અકર્તવ્યનું ભાન રહેતું નથી, તેથી અસત્ય બેલાય છે, જૂઠું કલંક બીજાને અપાય છે અને સત્યાસત્ય નિદા પણ થાય છે. જ્ઞાની પુરુષેએ આવે ઠેકાણે બહુ સાવચેત રહેવાનું છે. પ્રથમ તે ક્રોધને પ્રવેશ કરવા જ ન દે. કદાચ થઈ આવ્યો તે વચન દ્વારા કે કાર્ય દ્વારા તેને ઉદયને નિરોધ કરવો, તેને નિષ્ફલ કર અને ઉદયરોધ ન કરી શકાય તે તેવા પ્રસંગોમાંથી થોડો વખત દૂર ચાલ્યા જવું, અથવા તે તે કાર્ય બીજા વખતને માટે મુલતવી રાખવું. આમ ગમે તે ઉપાય કરી ક્રોધને નિષ્ફળ કરે અને તેનાથી પ્રેરાઈ અસત્ય ન જ બેસવું. આચાર્યશ્રી કહે છે કે આ હાંસી, લોભ, ભય અને ક્રોધનાં પચ્ચફખાણ કરવાં જોઈએ. '
પાંચમી ભાવના નિરંતર વિચાર કરીને બેલવું તે છે. પૂર્વાપર વિચાર કર્યા સિવાય રસવૃત્તિથી એકદમ બોલી નાંખવું તેમાં કેટલીક વખત અસત્ય પણ બેલાઈ જાય છે, એટલું જ નહિ પણ તેનું પરિણામ કેઈ વખત વિપરીત આવે છે, માટે કાંઈ પણ બોલવું હેય તેના પહેલાં જરા વિચાર કરી છે કે આ બેલવાથી મને પિતાને કેટલો ફાયદો છે? યા બીજાને ફાયદો થશે કે કેમ? આ બેલવાથી નુકશાન તે નહિ થાય? વિગેરે વિચાર કરીને બેસવું, એક કવિ તે વિષે કહે છે કેसगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन ।
अतिरभसकृतानां कर्मणामाविपत्तः, भवति हृदयदाहिशल्यतुल्यो विपाकः ॥१॥ - સારૂં અગર છેટું કાર્ય કરતાં વિદ્વાનોએ પ્રયતનપૂર્વક તેના