________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પ્રાતઃસ્મરણીય પૂજયપાદ ૧૦૦૮ શ્રીમાન મક્તિ વિજયજી (મૂળચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ
વિવિધ વિષયો વિચારમાળા
ભાગ સાતમો
આચારાંગ સૂત્રમાંથી ઉપયોગી વિવરણ
(ભાવદિશાના સ્વરૂપનો અધિકાર) સાધુ ગૃહસ્થના દ્વાર ઉઘાડીને ઉત્સર્ગથી ન પેસે, અપવાદ પેસે, ગ્લાન આચાર્યાદિક યોગ્ય વસ્તુને માટે પેસે.
ઈતિ આચારાંગ સૂત્રવૃત્તિ બીજે શ્રુતસ્કંધે, પ્રથમ અધ્યયને પાંચમા ઉદેશે.
પગ,મસ્તક,ડોક વિગેરે મનુષ્યના અંગોપાંગ છેદવાથી મનુષ્યને જેટલી વેદના થાય છે તેટલી વેદના પૃથ્વીકાયના જીવોને મર્દન કરવાથી થાય છે.
આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના, પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશાની ગાથાની ટીકા.
દેવતાને પણ જરાનો સદૂભાવ હોય છે, ચ્યવનકાળે તેવા ચિહ્નો થવાથી.
આચારાંગ સૂત્રે, પ્રથમ શ્રુતસ્કંધ, ત્રીજા અધ્યયન પ્રથમ ઉદ્દેશાની ટીકા.
અભવી જીવને હું ભવી છું કે અભવી આવી ભાવના કદાપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org