________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨૧. નારદનો જીવ એકવીશમા મલ્લિનાથ ભગવાન થશે. આ નારદને ભગવતી સૂત્રમાં વર્ણવેલા શ્રમણનિગ્રંથ કહે છે અને કેટલાક રામ લક્ષ્મણના વારામાં થયેલા કહેલા છે.
૨૨.અંબડ શ્રાવકનો જીવ બાવીશમા દેવજીત ભગવાન થશે. જે ઉજવાઈ સૂત્રોમાં વર્ણવેલ છે. તે નહિ, તે તો મહાવિદેહમાં સિદ્ધ થશે. આ અંખડ તુલસા શ્રાવિકાની પરીક્ષા કરનારો જાણવો.
૨૩. અમરનો જીવ અનંતવીર્ય નામના ભગવાન થશે. ૨૪. સ્વાતિબુધનો જીવ ચોવીશમા ભદ્રજિત ભગવાન થશે.
ઈર્યાવહીના પાઠો પંચાશક સૂત્રવૃત્તિમાં નવપદ પ્રકરણ વૃત્તિમાં, આવશ્યક નિર્યુક્તિના બીજા ખંડના પ્રાંત ભાગમાં અને દિન કૃત્ય સૂત્રમાં કરેમિ અંતે ઈત્યાદિ સૂત્ર ભણીને ઈર્યાવહિ પડિક્કમે એવું કહેલું છે. તે દેખીને આરંતુ ધર્મમાં સંદેહ ન કરવો, કારણ કે શ્રી ગણધર મહારાજાઓની સમાચારીયો પણ જુદી જુદી સાંભળીએ છીએ. તત્વ તો બહુશ્રુતથી જાણવા યોગ્ય છે, પરંતુ બુદ્ધિમાન પુરૂષોએ પૂર્વાચાર્યની પરંપરાએ ચાલ્યો આવેલ ન હોય તેવો પક્ષ પોતાની બુદ્ધિથી કલ્પના કરી સ્વીકારવો નહિ,
ઉપદેશપ્રાસાદે ૧૪ મે થંભ, વિજયલક્ષ્મીસૂરિ જિનેશ્વર મહારાજના જન્મોત્સવમાં ઈંદ્ર વ્યગ્ર ચિત્તવાળો હોય છે. તે વખતે કોઈક કૌતુકી દુષ્ટ દેવ માતાની નિદ્રાને હરણ કરે તો માતા પોતાની પાસે પુત્રને નહિ દેખવાથી માતા તથા તેમના પરિવારને દુઃખ ઉત્પન્ન થાય અને દુ:ખથી ખેદ ઉત્પન્ન થાય તે નિવારવા માટે જ ઈંદ્ર જિન માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેના પાસે જિનબિંબને સ્થાપન કરે છે. તથા લોકપ્રકાશે પણ કહેલું છે કે કોઈક દુષ્ટ દેવેનિદ્રાના હરણ કરવાથી અને માતા પુત્રને નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org