________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પૂજાપટલગ્રંથે ઉમાસ્વાતિ મહારાજ ૫૦૦ ગ્રંથના કર્તા ઉમાસ્વાતિ વાચક મહારાજે પૂજાપટલ નામના ગ્રંથમાં ૨૧ પ્રકારી પૂજા કહેલી છે તેમાં આભરણ પૂજા પણ કહેલી છે. ઈતિ આભરણપૂજા
પૂજાપંચાશિક્ષટીયામ્ અભયદેવસૂરિ પલોંઠી વાળીને પણ ચૈત્યવંદન કરવાનું કહેલું છે.
બપ્પભટ્ટિપ્રબંધે પાંચમા આરામાં રાજાઓને અગ્યાર વ્રતો હોય છે.રાજપિંડને લઈને બારમું અતિથિસંવિભાગ વ્રત ન હોય.
બૃહતવિવેમંજરી ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્નો ઝાંખો દેખે છે.
બાર વ્રતના ૧૨૪ અતિચારો બાર વ્રતના કુલ ૭૫ અતિચારો છે તેમા વ્રતના ૨૦ અતિચારો છે અને બાકીના ૧૧વ્રતોના પાંચ પાંચ હોવાથી પપ થાય, બન્ને મળીને ૭૫ થાય.
જ્ઞાનના ૮ દર્શનના ૮ તેમાં સમક્તિના શંકાદિ પ મળવાથી ૨૧ અતિચાર થયા. ચારિત્રના ૮ શબ્દથી સંલેખનાના ૫ તપના ૧૨ અને વીર્યાચારના ૩ સર્વમલી ૧૨૪ અતિચાર થયા.
બૌદ્ધોનુ દશરથજાતક સીતાને રામચંદ્રની બહેન માનેલી છે.
બંગાલી રામાયણ તથા કાશ્મિરી કથાઓમાં સીતાને રાવણની સ્ત્રી મંદોદરીની પુત્રી કહેલી છે.
૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org