________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
હેમચંદ્રાચાર્ય વિરચિત ઋષભદેવ ચરિત્રે
તીર્થંકરના જન્માદિકના સમયે ઈંદ્રના આસનો પર્વતના શિખરો સમાન અચલ છતાં પણ કંપાયમાન થાય છે. બીજે સર્ગે ભગવાનના જન્માધિકા
ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રે હેમચન્દ્રાચાર્ય.
બાર પ્રહર અતિક્રાંત થયા પછીનું દહી અભક્ષ્ય થાય છે. યોગ શાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં પણ કહ્યું છે કે- કાચા ગોરસ સાથે મળેલુ દ્વિદલ (વિદલ) વાશી ભાત અન્નાદિ-ખરાબ કુત્સિત સડી પડી ગયેલું અન્ન અને બે દિવસ વ્યતીત થયેલુ અન્ન ત્યાગ કરવું. દસવૈકાલિક સૂત્ર વૃત્તીમાં પણ કહેલ છે કે બે દિવસ ઉપરાંતના કાચા દહીને વિષે મગ અડદાદિક કઠોળ પદાર્થ તેની દાળ અને તેનો લોટ વિગેરે પડે તો તેમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.
કાચા ગો૨સાદિ સાથે દ્વિદલ સંયોગ પામી તેને વિષે સૂક્ષ્મ ત્રસનામકર્મ ઉદયવર્તિ બેઈંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે.
શ્રાદ્ધ વિધિને વિષે પણ કહ્યું છે કે
કાચા દહી આદિના સાથે દ્વિદલ મળવાથી નિગોદિયા જીવો તથા સૂક્ષ્મ પંચેદ્રિય જીવો ઉત્પન્ન થાય છે.
સંસક્ત નિર્યુક્તિને વિષે પણ કહેલ છે કે
સર્વે દિવસોને વિષે તેમજ સર્વ કાળને વિષે સમગ્ર કાચા ગોરસાદિકના સાથે દિલ કઠોળ મળવાથી નિગોદિયા જીવો તથા પંચેંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે, માટે કાચા દુધ,દહી છાશના સાથે કદાપિકાલે કઠોળ નાખી ખાવુ નહિ, અન્ય દર્શનિયોના પુરાણાદિકને વિષે પણ કહેલ છે કે અડદ,મગ આદિ કઠોળ પદાર્થના સાથે કાચા દહી આદિના સાથે ભક્ષણ કરવાથી સર્વદા નિશ્ચય માંસ તુલ્ય થાય છે. માટે ઉત્તમ જીવોએ સમજીને તે છોડી દેવું યોગ્ય છે.
૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org