Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 248
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને ઉવવાઈ સૂત્રમાં, ૧૦ પ્રકારનું વૈયાવચ્ચ કહ્યું છે, તો હણ્યા તેને વૈયાવચ્ચ કહ્યું તે કેમ? ૩૫. જ્ઞાતાસૂત્રમાં, કહ્યું છે કે, મલ્લિનાથજીએ ૩૦૦ સ્ત્રીયો, તથા ૩૦૦ પુરૂષો, તથા ૮ જ્ઞાત કુમાર, એ લેખે ૬૦૮ સાથે દીક્ષા લીધી કહેલ છે, તથા ઠાણાંગ સૂત્રે, સાતમે ઠાણે, પોતે સાતમા, એટલે ૬ પુરૂષો સાથે દીક્ષા લીધી, તે કેમ? ૩૬.ઉત્તરાધ્યયન સૂત્રે, ૧૬ મેં અધ્યયને, પશુપડંગ રહિત વસતિ સેવે, એમ કહેલ છે, અને ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, પાંચ કારણે સાધ્વીના ભેગા વસવું, તે કેમ? ૩૭.સુયગડાંગ સૂત્રે, બીજે શ્રુત સ્કંધે પાંચમા અધ્યયને કહ્યું છે કે, દાનને પ્રશંસે છે, તે પ્રાણિ વધે છે, અને જે નિષેધ કે તો, સામાની વૃત્તિ છેદ થાય છે, માટે બોલવું નહિ, અને ભગવતી સૂત્ર ૮ મે શતકે, ૬ કે ઉદેશે, શ્રમણોપાસકને અસંયતને આપે તો એકાંતે પાપકર્મ થાય નિર્જરા કાંઈ નથી એ મુલગી ના કહી, તે કેમ? ૩૮. જંબુદ્વિપ પન્નતિમાં ૫૦૦ યોજનાનું નંદનવન તેમાં ૧૦૦૦ યોજન હલાહરી તથા હરિસકૂટ કેમ આવ્યા તે કેમ? ૩૯.જંબુદ્વિપ પન્નત્તિમાં ઋષભકૂટ મૂલે ૮ યોજન વિસ્તારે કહ્યો છે આગળ ઉપર એમાંજ પાઠાંતરે ૧૨ યોજન કહ્યો તો સર્વજ્ઞની ભાષામાં એ પાઠાંતરે ફેર પડ્યો તે કેમ? ૪૦.જંબુદ્વિપ ભરતાઈની જીવા ૯૭૪૮ ઓગણીઆ બાર ભાગ કહી છે, અને સમવાયંગ સૂત્રે ૯૦૦૦ કહી એવડો ફેર તે કેમ ? ૪૧.સમવાયંગ સૂત્રે, વિજ્યાદિક ચારની સ્થિતિ, જઘન્ય ૩૨ સાગરોપમની કહી છે, અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી છે, તથા પન્નવણામાં ચોથે પદે, જઘન્ય ૩૧ સાગરોપમની, અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી,તે કેમ? ૪૨. સમવાયંગ સૂત્રે, ઋષભદેવજીને , તથા મહાવીર સ્વામિને, એક કોડાકોડી સાગરોપમનું અંતર કહ્યું છે. તથા દશાશ્રુતમાં, ભાગ-૭ ફર્મા-૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262