________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તે કેમ?
૫૯. સમવાયાંગ સૂત્ર, ૯૮ મે સમવાયે, રેવતી નક્ષત્ર થકી જયેષ્ટા લગે, ૧૯ નક્ષત્રના તારા ૯૮ છે, અને સમવાયાંગ સૂત્રમાં જ, ભિન્ન ભિન્ન ભેળા કરતાં,૯૭ થાય છે, તેમ રેવતીના ૩૨, અશ્વિનિના ૩, ભરણીના ૩, કૃતીકાના ૬, રોહિણિના ૫, મૃગશીરના ૩,આદ્રાનો ૧, પુનર્વસુના ૩, અશ્લેષા ૬, મઘાના ૭, પૂર્વા ફાલ્યુનીના ૨, ઉત્તરા ફાલ્ગનિ ૨, હસ્તના ૫, ચિત્રાનો ૧, સ્વાતિનો ૧, વિશાખાના ૫, અનુરાધાના ૪, જયેષ્ટાના ૩, એવં ૯૭ એ કેમ ? - ૬૦. પન્નવણા સૂત્ર, ૧૫ મેં પદે, પ્રાણેદ્રિયનો ૯ જોજન ઉત્કૃષ્ટ વિષય કહેલ છે, અને રાયપસણી સૂત્રમાં,૪૦૦ તથા ૫૦૦ નો કહેલ છે, કેમ ?
૬૧.ભગવતી સૂત્ર, શતક છકે, સાતમે ઉદેશે, પલ્યોપમનું માન કહેલું છે, અને અનુયોગ દ્વારે, પણ કહેલ છે, અને અનુયોગ દ્વારે, ભગવતી ઉક્ત તે નિઃપ્રયોજન કર્યું છે, તથા સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ, સપ્રયોજક કહ્યું છે, તેમાં નારકી પ્રમુખના આયુર્ભાવે ઈત્યાદિ, ઘણી વાતો છે, તે કેમ ?
- ૬૨.પન્નવણા સૂત્રે, ૩૩ મેં પદે અસુરકુમારનો, જઘન્યથી ૨૫ યોજન અવધિ કહેલ છે, તથા સૌધર્માદિકનો જઘન્ય અંગુળનો અસંખ્યાતા તમો ભાગ કહ્યો છે, તે કેમ?
૬૩. પન્નવણા સૂત્રે, તેઉકાય, બાદર મનુષ્ય ક્ષેત્રમાં હોય છે, તેમ કહેલું છે, તે ઉત્તરાધ્યયન સૂત્ર , ૧૯ મેં અધ્યયને, નરકમાં અગ્નિકાય કહેલ છે, તે કેમ?
૬૪.ઉત્તરાધ્યયન સૂત્રોમાં, ૨૨મેં અધ્યયને, સૌરીપૂરમાં પૂરે નેમનાથે કહ્યા છે, દિક્ષા લેતા, દ્વારિકા નગરીમાંથી નીકળ્યા, તથા રામકૃષ્ણ વંદના કરી દ્વારિકામાં ગયા. તે શૌરિપૂર્વમાં, અને દ્વારિકા પશ્ચિમમાં, એ કેમ ?
૬૫.ઠાણાંગ સૂત્રે સાતમે ઠાણે, અતીત ઉત્સર્પિણીમાં આ ભરતે સાત કુલકર થયા કહેલ છે, વળી દસમે ઠાણે દશ કુલકર થયા, તે કેમ?
૨૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org