________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ થાય છે. તીર્થંકર વિના પણ કેટલાયેક મનુષ્યોને પૂર્વભવમાં અવધિજ્ઞાન હોવાથી કેટલાયેકના અવતાર થાય છે. જેમકે શાન્તિનાથનો જીવ આઠમે ભવે વજાયુધ નામનો ચક્રવર્તિ થયો, તે અવધિજ્ઞાન સહિત થયો હતો, દસમું ભવે પણ મેઘરથ રાજાને અવધિજ્ઞાન હતું.
સામાન્ય ચક્રવર્તિયોના પેઠે તીર્થકર ચક્રવર્તિયો માગધાદિક દેવોને સાધવા અઠ્ઠમની તપસ્યા કરે નહિ.
અજિતપ્રભ રચિત શાન્તિનાથ ચરિત્રે ભગવાન એક પહોર દેશના આપી વિશ્રાંતિ લેવા માટે દેવચ્છંદમાં જાય છે. તે સુવર્ણના બીજા પ્રકારમાં હોય છે.
નેમનાથ ચરિત્રે તથા પાંડવ ચરિત્રે લક્ષ્મણ, રાવણ, જરાસંધ ૪. થી નરકે ગયા. કૃષ્ણ ત્રીજી નરકે ગયા. વાસુદેવ, દેવલોકે ગયેલ છે.જટાયુ પક્ષી ૪ થે દેવલોકે ગયેલ
છે.
પાર્શ્વનાથ ચરિએ
સ્વપ્ર પાઠકના પેઠે દેવતાઓ પણ આવીને સ્વપ્રોના ફળોને કહે છે. વામા રાણીયે સ્વપ્રો દેખવાથી ઈંદ્રો હર્ષને ધારણ કરતા આવીને સ્વપ્રોનું વ્યાખ્યાન કરી ગયા છે.
વીરચરિએ કુમારપાલના દિવિજયનું પ્રમાણ પૂર્વમાં ગંગા સુધી,દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત સુધી, પશ્ચિમમાં સિંધુ નદી સુધી, ઉત્તરમાં કુરૂદેશ સુધી, કુમારપાલે પોતાની આજ્ઞા પ્રવર્તાવી હતી.
ગુરૂઓ ચાર પ્રકારના કહેલા છે. ૧. સમ્યકત્વગુરૂ ૨. દીક્ષા
૧૬૭
ભાગ-૭ ફર્મા-૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org