________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમ્માનીય છે. તેની આશાતના ટાળવાનું ભુવનપતિના સર્વ ઈદ્રો તથા સૌધર્મ, ઈશાનંદ્ર તથા બન્નેના લોકપાલો આશાતના ટાળીને ભક્તિ કરે
છે.
૫૮. અગીયારમાં શતકના બારમા ઉદેશામાં કહેલ છે કે આલંભીકાનગરીના ઈસીભદ્ર પ્રમુખ અનેક શ્રાવકોએ પૂજા કરી છે.
૫૯. બારમા શતકના પ્રથમ ઉદેશામાં કહેલ છે કે, સાવત્થી નગરીના શંખજી, પુષ્કલજી અનેક શ્રાવકોએ પૂજા કરી છે , તથા સ્વામીવાત્સલ્ય કર્યા છે. તથા તે નગરમાં શ્રાવકોની પૌષધશાલા છે.
૬૦. તેરમા શતકના પચ્ચીશમાં ઉદેશામાં કહેવું છે કે, શ્રાવક ઉદાયી રાજા શ્રી મહાવીરસ્વામીને વંદન કરવા માટે પોતાના નગરને શણગારી હાથી, ઘોડા, રથ, પાયદલ બહુ જ આડંબરે ગયેલ છે. તેમાં કહેલું છે કે, તીર્થકર જે ભૂમિ પર વિચરે છે તે ભૂમિને પણ ધન્ય છે. તથા સન્મુખ જવાનું મહાફળ કહેલ છે.
૬૧. પંદરમાં શતકમાં મહાવીર મહારાજે અનુકંપાથી ગોશાળાને બચાવ્યો છે.
૬૨. વશમાં શતકના નવમાં ઉદેશામાં કહેલું છે કે વિદ્યાચારણ તથા જંઘાચારણ મુનિયોયે માનુષ્યોત્તર પર્વત,નંદીશ્વર દ્વીપ તથા રૂચક દ્વીપ તથા મેરૂપર્વત ઉપર પંડકવનમાં તથા નંદનવનમાં ચૈત્ય તથા શાશ્વતી પ્રતિમાને તથા અહીં અશાશ્વતી પ્રતિમાને વંદન નમસ્કાર કરે
છે.
૬૩. પચ્ચીશમાં શતકના ત્રીજા ઉદેશામાં પંચાંગી પ્રમાણ કરવાનું કહેલ છે.
શ્રી જ્ઞાતસૂત્ર ૭ ૬૪. પાંચમા અધ્યયનમાં કહેલું છે કે થાવચ્ચપુત્ર એક હજાર મુનિઓની સાથે શુકાચાર્ય એક હજાર સાથે સેલંકાચાર્ય પાંચશો સાથે, પુંડરીક પર્વત પર મોક્ષે ગયા છે. તે પર્વતનું કારણ એ કે ઋષભદેવસ્વામીના પ્રથમ ગણધર પુંડરીકનામના પાંચ ક્રોડ સાથે મુક્તિ
૧૭૫)
૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org