________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
માટે માણસોની ટપાલ બાંધી હતી.
૧૭૩.પ્રદેશી રાજાએ દાનશાળા મંડાવી હતી તેમાં કેટલાક પ્રકારનો આરંભ હતો પરંતુ કેશીકુમાર ગણધર મહારાજે નિષેધ નહિ કરતા કહ્યું કે- હે પ્રદેશી રાજા! પૂર્વે મનોજ્ઞ થઈને હવે અમનોજ્ઞ ન થઈશ.
૧૭૪. પ્રદેશી રાજાએ કેશી ગણધર મહારાજને કહ્યું કે- હે આવતી કાલે મારી તમામ ઋદ્ધિના આડંબર સાથે આવીને હું આપને વંદના કરીશ અને કર્યું પણ તેમ છતાં કેશી ગણધર મહારાજે તેમને નિષેધ કર્યો નહિ.
સ્વામિ
૧૭૫.ચિત્રસારથીએ પ્રદેશી રાજાને પ્રતિબોધ પમાડવા નિમિત્તે કેશી ગણધર પાસે લઈ જવા માટે રથ,ઘોડા વિગેરે દોડાવ્યા હતા. ૧૭૬.સૂર્યાભ દેવતાએ જિન ભક્તિ નિમિત્તે ભગવંત સમીપે નાટક કરેલું છે.
સૂત્રોમાં શ્રાવકોયે જિનપૂજા કરેલી છે.
૧૭૭. શ્રી આચારાંગ સૂત્રમાં સિદ્ધાર્થ રાજાને શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા કહેલા શ્રાવક કહેલા છે.તેમણે જિનપૂજા માટે લાખ રૂા. દીધા તથા અનેક જિન પ્રતિમાની પૂજા કરી છે. તેમ કહ્યું છે. આ અધિકારમાં સૂત્રની અંદ૨ ખાયે એ એવો શબ્દ છે. તે શબ્દનો ગુજરાતી ભાષાંતરમાં યાગ શબ્દ થાય છે અને યાગ શબ્દ વડે દેવપૂજા વાચી છે. વળી તેઓ શ્રાવક હોવાથી તેમને અન્ય યાગ શબ્દ હોય જ નહિ. તેથી તેમણે જિનપૂજા કરી છે. તે નિ:સંશય છે.
૧૭૮.શ્રી સુયગડાંગ સૂત્રમાં જિનપ્રતિમા દેખી આર્દ્રકુમાર પ્રતિબોધ પામ્યા છે. અને દિક્ષા લીધી ત્યાં સુધી પ્રતિમાજીની પૂજા કરી છે.
૧૭૯.શ્રી સમવાયંગ સૂત્રમાં સમવસરણના અધિકારને માટે કલ્પસૂત્રની ભલામણ છે. તે પ્રમાણે શ્રી બૃહત્કલ્પની ભાષ્યમાં સમવસરણનો અધિકાર વિસ્તારથી છે. તેમાં લખ્યું છે કે પૂર્વસન્મુખ
Jain Education International
૧૮૭
For Personal & Private Use Only
www.jainelibrary.org