________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨૦૮. શ્રી જિન પ્રતિમાની ભક્તિથી શ્રી શાન્તિનાથ મહારાજના જીવે તીર્થકર ગોત્ર બાંધ્યું છે. આવો અધિકાર પ્રથમ અનુયોગમાં છે.
૨૦૯ શ્રી જિન પ્રતિમાની પૂજા કરવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે.આ કથન શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં છે.
૨૧૦.થ થ મંHિ –અર્થાત સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધી થાય છે. આ કથન શ્રી ઉત્તરાધ્યયનમાં છે.
૨૧૧ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકર ગોત્ર બાંધે છે. આ કથન જ્ઞાતા સૂત્રમાં છે. જિન પ્રતિમાની જે પૂજા છે. તે તીર્થકરની જ છે. તેથી વીશ સ્થાનકમાંથી પહેલું સ્થાનક આરાધી શકાય છે.
૨૧૨. શ્રી તીર્થકર મહારાજનું નામ ગોત્ર શ્રવણ કરવાનું મહાફળ છે. એમ શ્રી ભગવતી સૂત્રમાં કહેલું છે. અને પ્રતિમાં તો નામ સ્થાપના બને છે.
૨૧૩.જિનપ્રતિમાની પૂજાથી સંસારનો ક્ષય થઈ જાય છે, એવું શ્રી આવશ્યક સૂત્રના અંદર કહેલ છે.
૨૧૪. સર્વ લોકમાં જેટલી અરિહંતની પ્રતિમા છે તેનો કાઉસ્સગ્ન બોધિબીજના લાભાર્થે સાધુ તથા શ્રાવક કરે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહેલું છે.
૨૧૫ જિન પ્રતિમાને પૂજવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એમ શ્રી રાયપરોણી સૂત્રમાં કહેલું છે.
૨૧૬ જિન મંદિર બનાવવાવાળા બારમાં દેવલોક સુધી જાય છે. એમ શ્રી મહા નિશિથ સૂત્રમાં કહેલું છે.
૨૧૭. શ્રેણિક રાજાયે જિનપ્રતિમાના ધ્યાનથી તીર્થકર ગોત્ર બાંધ્યું છે આ કથન શ્રી યોગશાસ્ત્રમાં છે.
૨૧૮ શ્રી ગુણવર્મા રાજાના સત્તર પુત્રોયે સત્તર ભેદમાંથી એક એક પ્રકારે જિન પૂજા કરી છે. ને તેથી તે જ ભવમાં મોક્ષે ગયેલ છે, આ અધિકારશ્રી સત્તર ભેદી પૂજાના અધિકારવાળા ગુણવર્મા ચરિત્રમાં છે, સત્તરભેદી પૂજા રાયપરોણી સૂત્રમાં કહેલ છે. ૨૧૯ શ્રી જિન પ્રતિમાની સત્તર ભેદી પૂજા દ્રોપદીએ કરેલી છે.
૧૯૦)
૧૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org