________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પ્રતિમાજીની ભક્તિ કરવાનું કહેલ છે.
શ્રી ઉવવાઈ સૂત્ર ૧૧ ૭૬ કોણિક રાજા પોતાની નગરી શણગારી ચતુરંગ સેના લઈ મહાહર્ષથી શ્રી મહાવીરસ્વામીના સામો વંદન કરવા ગયેલ છે કારણ કે તીર્થકરની સન્મુખ જવાનું મહાફલ કરેલ છે, તથા ભક્તિ માટે ડાક રાખી હતી.
૭૭.અંબડ નામના શ્રાવકે તથા તેમના શિષ્યરૂપી સાતસો શ્રાવકોએ અરિહંતની મૂર્તિને વંદના નમસ્કાર કરેલ છે, આવું શ્રીમહાવીરસ્વામી મહારાજે ગૌતમસ્વામીને કહેલું હતું.
શ્રી રાયપણેણીસૂત્ર ૧૨. ૭૮. સૂર્યાભદેવતાએ ભક્તિ માટે મહાવીરસ્વામી પાસે નાટક કર્યું છે તથા ભક્તિથી સન્મુખ જવાનું પણ મહાફલ છે.
૭૯. શ્રી મહાવીર સ્વામી તથા પ્રતિમાજીની ભક્તિનું ફલ પુન્યાનુબંધી પુન્ય ફલ કહેલ છે.
૮૦. સૂર્યાભદેવે જિનપ્રતિમાની વિસ્તારથી સત્તરભેદી પૂજા કરી
છે.
૮૧.પ્રદેશી રાજાએ કેશી ગણધર મહારાજને વંદન કરવા બહુ જ આડંબરથી જઈ વંદના કરી છે તેમાં ગણધરે ના પાડી નથી.
૮૨.શ્રાવક પ્રદેશી રાજાએ તથા ચિત્ર સારથીએ દેવપૂજા કરી છે. તેમજ ચૈત્યમંદિર તથા પ્રતિમા મહોત્સવ કરેલ છે. ૮૩. જીવોને બચાવવાનું પણ કહેલ છે.
શ્રી જીવાભિગમ સૂત્ર ૧૩ ૮૪. પંદર ભેદ સિદ્ધ કહેલ છે. તેમાં સિદ્ધને પણ સિદ્ધ કહેલ છે.
૮૫. શ્રી વિજય દેવતાએ ઘણા દેવો સહિત જિનપ્રતિમાની જલ, ચંદન, પુષ્પાદીકથી સત્તરભેદી પૂજા કરી છે.
૧૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org