________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
માનુષ્યોત્તર પર્વત નંદીશ્વર દ્વીપ રુચક દ્વીપ કુંડલ દ્વીપ અનેક સ્થાન પર જિનમંદિરના વર્ણન છે.
શ્રી અંગ ચૂલિયા સૂત્ર ૨૫
૧૦૨.બાવીશ અધિકાર શ્રાવકોને વર્જવાનો છે.
શ્રી દશાશ્રુત સ્કંધ ૨૬.
૧૦૩.આઠમા અધ્યયનમાં શ્રી પર્યુષણ પર્વમાં કહેલું છે કે મહાવીરસ્વામીના માતાપિતાએ અનેક જૈન મંદિરોમાં ઉત્સવ કરાવ્યા છે.
મહાવીરસ્વામીના માતા પિતા શ્રાવક છે તેવો અધિકાર શ્રી આચારાંગ સૂત્રમાં કહેલો છે.
શ્રી વ્યવહારસૂત્ર ૨૭
૧૦૪. ગીતાર્થ લોકોયે જેની પ્રતિષ્ઠા કરેલી.હોય છે તે પ્રતિમાજી પાસે આલોચના લેવાનું કહેલ છે.
૧૦૫.જે સાધુ જાણીને ઉત્સૂત્રની પ્રરૂપણા કરે તેને જિંદગી સુધી જૈન શાસનના અંદર લેવો નહિ.
શ્રીજીતલ્પ સૂત્ર ૨૮
૧૦૬. સાધુને જિનપ્રતિમાના દર્શન કરવા કહેલ છે.
શ્રી મહા નિશીથ સૂત્ર ૨૯
૧૦૭. આ સૂત્રમાં જૈન મંદિર તથા જિનપ્રતિમા તથા અઠ્ઠાઈ મહોત્સવ તથા જલ, ચંદન, પુષ્પ, ધુપ, દીપ, નૈવેદ્ય વિગેરે દ્રવ્ય પૂજાના તથા ચૈત્યવંદનાદિક ભાવપૂજાના તથા અનુકંપાથી જીવોને બચાવવાના અનેક અધિકારો કહેલ છે તથા ઉત્સુત્રપ્રરૂપનારને ચાર ગતિમાં પરિભ્રમણ કહેલ છે.
Jain Education International
૧૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org