________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
અજિતનાથ ચરિત્રે
સગર ચક્રવર્તિના ૬૦ હજાર પુત્રો ૧૨ મેં દેવલોકે ગયેલ છે, સર્વે એકાવતારી છે.
તીર્થંકર મહારાજા ગૃહસ્થાવસ્થામાં પણ બીજાના દીક્ષા મહોત્સવનેં કરે છે.કારણ કે શ્રી અજિતનાથ મહારાજાએ પોતાના પિતાશ્રી શ્રી જિતશત્રુ રાજાનો દીક્ષા મહોત્સવ કરેલ છે. ઈતિ શ્રી હેમચંદ્રાચાર્ય.
વાસુપુજ્ય ચરિત્રે
વાસુપુજ્ય ચરિત્રમાં બત્રીશ ઈંદ્રોયે પ્રભુને મેરૂ પર્વત ઉપર સ્નાત્ર કરાવ્યુ છે એમ કહ્યું છે તે સત્ય છે કારણ કે તે વાત સમવાયાંગ સૂત્રમાં છે. એટલે અલ્પ ઋદ્ધિવાળા વ્યંતરોનો સ્વીકાર કરેલો નથી. વળી શાન્તિનાથ ચરિત્રમાં પણ પ્રભુના નિર્વાણ સમયે પણ બત્રીશ ઈંદ્રોનું જ કથન કરવામાં આવેલ છે. ઈતિ સમવાયાંગ સૂત્રે તથા વાસુપૂજ્ય ચરિત્રે
શાન્તિનાથ ચરિત્રે
એક ભવમાં ચક્રવર્તિ તથા તીર્થંકર બન્ને પદને પામનાર માગધાદિક તીર્થ સાધવાને માટે અહમ કરે નહિ. તીર્થંકર પદ છે, તે કારણથી.
અરિહંત સિવાય પણ કોઈક મનુષ્ય અવધિજ્ઞાન સહિત અવતરે છે. શાન્તિનાથનો જીવ આઠમાં ભવમાં જ્યારે વજ્રાયુધ નામે ચક્રવર્તિ થઈને અવતર્યો હતો, ત્યારે તે અવધિજ્ઞાન સાથે જ જન્મ્યો હતો. તેવું તેમના ચરિત્ર વિગેરેનું અવલોકન કરવાથી જણાય છે માટે એમાં કાંઈ શંકા કરવા જેવું નથી.
તીર્થંકર મહારાજા માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન
Jain Education International
૧૬૬
For Personal & Private Use Only
www.jainelibrary.org