________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
આ નવ વાસુદેવના મોટા ભાઈયો જ નવ બલદેવ થયા તેઓમાં પ્રથમ બલદેવનું નામ શ્રી બલ, બીજાનું નામ શ્રી વિજય, ત્રીજાનું નામ શ્રીભદ્ર, ચોથાનું નામ શ્રીસુપ્રભ, પાંચમાનું નામ શ્રીસુદર્શન, છઠ્ઠીનું નામ શ્રી આનંદ, સાતમાનું નામ શ્રી નંદન, આઠમાનું નામ શ્રી પદ્મ, (રામચંદ્ર) નવમાનું નામ શ્રી રામ, (બલદેવ) એ નવે બલદેવો વાસુદેવોના વડીલ બંધુઓ તેજ સમયે હતા.
આ નવ બલદેવ પૈકી નવમા રામ નામના બલદેવ પાંચમે દેવલોકે ગયા છે. અને બાકીના આઠે બલદેવો શુદ્ધ સંયમ પાળી કેવળી થઈ મોક્ષે ગયા છે. ઈતિ કાલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વાસુદેવ અને પ્રતિ વાસુદેવનો વર્ણ શ્યામ હોય છે. અને બળદેવનો વર્ણ ધોળો હોય છે.
રાવણ અને લક્ષ્મણ બન્ને તીર્થંકર પદ પામી ચૌદમેં ભવે મોક્ષે
જશે.
બીજા દેવલોકનો વાસી લલિતાંગ દેવસ્વયંપ્રભાનો સ્વામી ઋષભદેવનો જીવ તીર્થમાં જતો ચવી થયેલ છે.પર્વ પહેલું છઠ્ઠો ભવ
કોળાના ફળને આંગળીયે કરી દેખાડવાથી ફાટી જાય છે. એવી રીતે ઉપરોક્ત ચરિત્રે શાન્તિનાથ ચરિત્રે દમિતારી પ્રતિ વાસુદેવની માતાયે કોળાનું ફળ આંગળીયે કરી દેખાડવાથી ફાટી ગયેલ છે. ઈતિ શાતિનાથ ચરિત્રે કુરચંદ્ર અધિકાર
આદિશ્વર ચરિત્રે તથા મલ્લિનાથ ચરિએ તીર્થકરના જન્મ મહોત્સવાદિક કરવા માટે અઢી દ્વીપની બાહિર રહેલ અસંખ્યાતા સૂર્ય ચંદ્રો આવે છે. એવું શ્રી હેમચંદ્રાચાર્યકત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રાતર્ગત શ્રી આદિશ્વર ચરિત્રે દ્વિતીય સર્ગે શ્રી આદિશ્વર જન્માધિકાર તેમજ વિનયચંદ્રસૂરિકૃત શ્રી મલ્લિનાથજી ચતુર્થ સર્ગે કહેલું છે.
(૧૬)
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org