________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગયા. આઠમા સુભૂમ ચક્રવર્તિ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તિ જીંદગી પર્યત રાજ્યમાં જ આસક્ત રહી રૌદ્રધ્યાનના પ્રતાપે સાતમી નરકે ગયા.
અને બાકીના આઠ ચક્રવર્તિયો શુદ્ધ પરમ સંયમ પાળી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી, સિદ્ધિપદને પામેલા છે.
નવ વાસુદેવો પૈકી પહેલા ત્રિપૃષ્ટ નામના વાસુદેવ અગીયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથના સમયમાં થયેલ છે. બીજા દિપૃષ્ટ નામના વાસુદેવ બારમા તીર્થકર વાસુપુજય સ્વામીના સમયમાં થયેલ છે. ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવ, તેરમા શ્રી વિમલનાથ સ્વામીના સમયમાં થયેલ છે.ચોથા પુરૂષોતમ નામના વાસુદેવ, ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથના સમયમાં થયેલ છે. પાંચમાં પુરૂષ સિંહ નામના વાસુદેવ, પંદરમાં તીર્થકર શ્રી ધર્મનાથજીના સમયમાં થયેલ છે. છઠ્ઠા પુરૂષ પુંડરિક નામના વાસુદેવ અને સાતમા શ્રીદત્ત નામના વાસુદેવ શ્રી અરનાથ મહારાજા તથા શ્રી મલ્લિનાથ મહારાજાના આંતર સમયમાં થયેલ છે. આઠમા લક્ષ્મણ નામના વાસુદેવ શ્રી મુનિસુવ્રતસ્વામી તથા નમિનાથ સ્વામીને આંતર સમયમાં થયા છે. નવમાં શ્રી કુષ્ણ વાસુદેવ નેમનાથ સ્વામીના સમયમાં થયા છે.
આ નવ વાસુદેવમાં આઠમા લક્ષ્મણ કાશ્યપ ગોત્રના અને બાકીના આઠ વાસુદેવો ગૌતમ ગોત્રમાં થયા છે.
પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવ સાતમી નરકે ગયેલ છે. બીજા દ્વિપૃષ્ટ નામના ત્રીજા સ્વયંભૂ નામના ચોથા પુરૂષોત્તમ નામના પાંચમાં પુરૂષ સિંહ નામના છઠ્ઠા શ્રી પુરૂષ પુંડરીક નામના આ પાંચે વાસુદેવો છઠ્ઠી નરકે ગયા છે.
સાતમા શ્રીદત્ત નામના વાસુદેવ પાંચમી નરકે ગયા છે. આઠમા લક્ષ્મણ વાસુદેવ ચોથી નરકે ગયેલ છે. નવમાં કૃષ્ણ વાસુદેવ ત્રીજે નરકે ગયા છે.
૧૬૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org