________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
હિતશિક્ષા રાસે શુક્ર, છીંક, મળ, મૂત્ર, આ ચારે સમકાળે થાય ત્યારે જાણવું કે આયુષ્ય અલ્પ છે.વરસાદનો ગર્જારવ કાને સંભળાય નહિ, વીજળીનો ચમકારો દેખાય નહિ ત્યારે આયુષ્ય અલ્પ છે એમ જાણવું. મૂત્રની ધારાને પાછી ખેચ્યા છતાં પણ રોકી શકાય નહિ, ત્યારે આયુષ્ય અલ્પ છે એમ જાણવું
૩૬ પ્રકારના કરિયાણા કહેલા છે. તેરાપંથી પંથ ઢુંઢીયામાંથી નીકળેલ છે.
પ્રાતઃકાળને વિષે બે અંગુઠા સિવાય બન્ને હાથના ૨૪ ખાના દેખવાથી ૨૪ તીર્થકરો થાય છે ત્યારે તેથી ૨૪ તીર્થકરોના મુખો જોવાય છે.
પ્રાતઃકાળે બન્ને હાથોને પહોળા કરી જોડમાં રાખી બન્ને હાથની આયુષ્ય રેખા જ્યોંઈટ કરી જોવાથી સિદ્ધ શિલાના જેવો આકાર થાય છે તેમ કરી નમસ્કાર કરવાથી તે સિદ્ધશિલા ઉપર રહેલ અનંતા સિદ્ધોને પ્રાત:કાળે નમસ્કાર કરી શકાય છે.
હુંડીપત્ર પ્રશ્ન ચોમાસામાં પાટપાટલા નહિ વાપરનારને પાસત્થો કહેલ છે. ઈતિ હુંડીપત્ર રૂપ પ્રશ્નરૂપ ગ્રંથમાં.
ક્ષેત્ર વિચાર ૩૨ વિજ્યોમાં ગંગા સિંધુ નદીયો કુટોથી નીકળે છે.
ક્ષેત્રસમાસે ચક્રવર્તી તમિસ્રા ગુફામાં પ્રવેશ કરતો અને ખંડ પ્રપાતા ગુફામાં
૧૫૭]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org