________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચોમાસામાં વિજયાદશમી સુધી ખાંડ ન વપરાય તે વાત પરંપરાથી ચાલી આવે છે. - ક્રિયાવાદી સમક્તિ દ્રષ્ટિ તથા મિથ્યા દ્રષ્ટિ બન્ને દ્રષ્ટિ વાળા હોય
હિંગલોક સચિત્ત ગણાય પણ વાટેલો લેવાનો વહેવાર છે. ભરત ચક્રવર્તિના પોતાના જ સવાઝોડ પુત્રો હતા.
દ્વારિકામાં સાડા ત્રણ ક્રોડ પુત્રો જાદવ વંશના જાણવા. પણ એકલા કૃષ્ણનાં નહિ.
તીર્થકરના સમવસરણમાં બળી રાંધેલી જાણવી.
બ્રહ્મદત્તચક્રવર્તિ અંધ છતાં રાત્રિએ ૧ લાખ ૯૨ હજાર રૂપોને વિદુર્વણા કરતો અને તેવા જ થતા હતા.
સંકટમાં પડેલી સતી સ્ત્રીનું કોઈ બળાત્કારે શીયલ ખંડન કરે તો દ્રવ્યથી સતીપણું જાય પણ ભાવથી ન જાય તેમ કોઈક આચાર્ય કહે છે.
શિષ્ય ચારિત્ર ન પાળે,અને ગુરૂ જાણવાં છતાં મોહે કરીને તેને હિત શિક્ષા ન કરે અકાર્યથી વારે નહિ તો જ ગુરૂને દોષ લાગે. અન્યથા નહિ.
કટાસણા ઉપર બેસીને પ્રતિક્રમણ થાય નહિ પરંતુ વંદિત કહેતી વખતે કટાસણા ઉપર બેસાય.
જેને નાત બહાર મુકેલ હોય તેને ઘરેથી. તથા પ્રકારના કારણ વિના વહોરવું ન કહ્યું કારણ કે તેમ કરવાથી લોક વિરુદ્ધ મહા અપવાદ આવે.
દિવસે પૌષધ લેવો કલ્પે નહિ તેવી પરંપરા છે.માટે પૌષધ વહેલો લેવો વિલંબ કરવો નહિ.
જિનઘરના પૂજારી પાસે ઘરનું કામ કરાવવું કહ્યું નહિ. અગ્યારમે અને બારમેં ગુણસ્થાને ક્ષાયિક સમક્તિ હોય. ~૧૫૯
~
૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org