________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
લક્ષ્મીના મોહિયોની ખરાબ ગતિ લક્ષ્મીનો મોહી મમ્મણ શેઠ મરીને સાતમી નરકે ગયો છે. લક્ષ્મીના મોહી સાગર શેઠને તેના પુત્રોની વહુઓએ સમુદ્રમાં નાખવાથી મરીને નરકમાં ગયો છે. ઈતિ પ્રસ્તાવ શતકવૃત્ત. ઉપદેશપ્રાસાદિકને વિષે પણ એમ જ કહેલ છે.
લક્ષ્મીના મોટી સંકુલ શ્રેષ્ઠીની તમામ લક્ષ્મી બટુકે તેનું રૂપ ધારણ કરી બીજાને આપી દીધેલ છે. ઈતિ ઉપદેશતરંગિણી. લક્ષ્મી ઉપર મોહ કરીને પ્રિયંગુ શેઠ નિગોદમાં ગયો છે. ઈતિ આદિનાથ દેશનાયામ્ લક્ષ્મી પર મોહ કરવાથી ઘણા જીવો મરીને તિર્યંચાદિક ગતિમાં ગયેલા છે. ઈતિ સમરાદિત્યચરિત્રે. - લક્ષ્મીના મોહથી રૂદ્રદેવની સ્ત્રી અગ્નિશિખા કાળી નાગણી થઈ છે તથા તેનો પુત્ર કાળો નાગ થયેલ છે.
લક્ષ્મીનો મોહ કરવાથી ધનશ્રેષ્ઠી મરીને નિધાન ઉપર ફણિધર સર્પ થયેલ છે, બીજા ઘણા પુસ્તકોમાં લક્ષ્મીના મોહિયો દુર્ગતિમાં ગયાનું લખાણ છે.
શ્રીલોક્નાલિદ્વાબિંશિકાયામ્ ઘર્મઘોષસૂરિ પુરુષાકૃતિવાળો તે લોક પગતળે સાત રાજ પહોળો મધ્યે એક રાજ કોણિયે પાંચ રાજ અને મસ્તક તળે એક રાજ-આવી રીતે ચૌદ રાજ તિર્યમ્ પ્રમાણ જાણવું. તે લોક ચૌદ રાજ ઉંચો છે. તે લોક માઘવતી તલથી સાત રાજ, પછી માઘવતી તલથી પ્રદેશ હાનિથી રત્નપ્રભા તલે એક રાજ, ત્યારબાદ રત્નપ્રભાથી પ્રદેશ વૃદ્ધિ બ્રહ્મદેવલોક સુધીમાં પાંચ રાજ, ત્યારબાદ બ્રહ્મદેવલોકથી પ્રદેશ હાનિ મુક્તિ સુધી જાણવી, ત્યાં સુધીમાં એક રાજ, એવી રીતે ચૌદ રાજ થયો.સાત રાજમાં ૧૮૦૦ યોજન ન્યૂન છે. તેટલું સાત રાજમાં ન્યુન ગણવું તિર્યમ્ ૧૮૦૦ યોજન ગણવો.
M૧૩૭)
૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org