________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઋદ્ધિવાળા દેવતા ઉપર ખરાબ પુદ્ગલ નાંખીને ક્ષણવારમાં તેને પરાધીન બનાવે છે, તેથી ઘેલા થયેલા દેવતાઓ મર્યાદા વિનાની ચેષ્ટા કરે છે. ઉપરોક્ત તમામ લોકપ્રકાશે.
લોકાંતિક દેવોના એકાવતાર સંબંધી લોકાંતિક દેવો એકાવતારી હોય છે તેવું સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે તત્વાર્થ ટીકા તેમજ શ્રેણિક ચરિત્રામાં પણ એમજ કહેલ છે અને કલ્પસૂત્રની ટીકામાં પણ એમજ કહેલ છે પણ તેમાં મતાંતરપણું છે કે લોકાંતિક દેવોને એકાવતારીનો નિયમ નથી. પ્રવચનસારોદ્ધારવૃત્તિને વિષે કહેલું છે કે લોકાંતિક બ્રહ્મદેવલોકવાસી દેવો આઠભવ કરે છે, ત્યારબાદ સિદ્ધિને પામે છે. એ પ્રમાણે લબ્ધિસ્તોત્રને વિષે પણ કહેલ છે. સંગ્રહણીને વિષે પણ તેમજ કહેલ છે, સેનપ્રશ્નમાં કહેલ છે કે-લોકાંતિક દેવો એકાવનારી હોય છે. એવો એકાંત નિયમ જાણવામાં આવેલ નથી. કલ્પસૂત્રને વિષે વીર પરમાત્માના અધિકારે પ્રથમ લોકાંતિક દેવો આવેલા છે અને પછી દાન આપેલ છે. જ્ઞાતાસૂ મલ્લિનાથ મહારાજના અધિકારે પ્રથમ સંવત્સરી દાન આપે છે, ત્યારબાદ લોકાંતિક દેવો આવે છે. વળી સેનપ્રશ્નને વિષે પણ ઉપર પ્રમાણે જ કહેલ છે. હરિભદ્રસૂરિકૃત આવશ્યક વૃત્તિને વિષે તથા મહાવીરના અધિકારે પ્રથમ લોકાંતિક દેવો આવે છે, પછી દાન આપે છે તે કહેલ છે.
તીર્થંકર મહારાજના જન્મ, દીક્ષા, કેવળ આ ત્રણ કલ્યાણકને વિષે લોકાંતિક દેવતા આવે છે. ઈતિ ઠાંગણાસૂત્ર, તૃતીયસ્થાને પ્રથમ ઉદેશે. - જીર્ણ પત્રમાં પાંચે કલ્યાણકોને વિષે લોકાંતિક દેવોનું આવાગમન કહેલું છે.
લલિત-વિતરાવૃત્તો-હરિભદ્રસૂરિ .
(૧૩૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org