________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
નમસ્કાર કરીને પછી પારણું કરીશ આવો અભિગ્રહ કરીને રસ્તામાં ચાલ્યા. શ્રાંત થયા, થાકી ગયા, તૃષાતુર થયા, એક વૃક્ષના મૂળે બેઠા ત્યાં શંખેશ્વરપાર્શ્વનાથનું ધ્યાન કરતા અણસણ કરીને કાળધર્મ પામ્યા, તેથી શંખેશ્વર પાર્શ્વનાથ મહારાજના અધિષ્ઠાયક દેવ થયા અને જ્ઞાનથી મંત્રીની ગતિ જોવા લાગ્યા પણ નહિ જાણવાથી મહાવિદેહક્ષેત્રને સીમંધરસ્વામીને નમસ્કાર કરીને પૂછ્યું કે હે સ્વામિન્ ! હે ભગવન્ ! વસ્તુપાળનો જીવ કયાં ગયો છે ? સ્વામીએ કહ્યું કે અહીં પુલાવતી વિજયે પુંડરિકીણી નગરીમાં કુરૂચંદ્ર નામે રાજા થયેલ છે. અને ત્રીજે ભવે મુક્તિ જશે. અનુપમા દેવીનો જીવ આ જ વિજયને વિષે શ્રેષ્ટિની પુત્રી થઈ. આઠમે વર્ષે અમોએ તેને દીક્ષા આપેલ છે. પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય પાળીને સિદ્ધિમાં જશે એમ કહી તે સાધ્વી વ્યંતરને દેખાડી. ત્યારબાદ વ્યંતરે વસ્તુપાલ તથા અનુપમા દેવીની ગતિ ભરતક્ષેત્રમાં પ્રગટ કરી.
વર્ધમાનદેશનાયામ્
ભગવંતના રૂપ જોનારાને વિઘ્ન ન થાઓ એવા આશયથી બાર સૂર્યના પ્રકાશ સદૃશ દેવતાઓ ભગવાનના પૂંઠે ભામંડલને સ્થાપન કરે છે જેથી ભગવાનનું રૂપ ભામંડલમાં પ્રતિબિંબિત થવાથી લોકો પ્રભુનું રૂપ સારી રીતે જોઈ શકે છે.
વિશેષશતકે
દેવતાનું નાટક ચાર હજાર વર્ષ પ્રમાણનું હોય છે.
જમાલીના પંદર ભવો છે.
જ્ઞાનપંચમીનો તપ ઉપવાસ કારણસર બીજે દિવસે કરવાથી
નિયમભંગ થાય નહિ.
સાધુ અણસણ કરે તો દીપક રાખવાનું કહેલું છે. વીંજણાથી ઉત્પન્ન થયેલ વાયુ અચિત્ત છે.
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org