________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વિમાનોની સંખ્યા.
બાર દેવલોકથી અનુત્તર વિગેરે સર્વ વિમાનો મળી ૮૪ લાખ,૯૭ હજાર, ૨૩ વિમાનો છે. તે વિમાનો અત્યંત મૃદુ સુગંધી માખણ જેવા સ્પર્શવાળા, નિત્ય મનોહર, જિનભુવનવડે કરી સહિત, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઋદ્ધિ,સિદ્ધિ,કાન્તિ,ગતિ સ્થિતિ એ દસે ઉત્તરોત્તર મનોહર હોય છે. તે વિમાનોમાં અસંખ્ય દેવો છે.
ષષ્ઠિશતકે હે મૂઢ ! તું કષ્ટ સહન કરે છે, આત્માને દમે છે, ધર્મને માટે પણ તું પૈસાનો ત્યાગ કરે છે, પરંતુ એક મિથ્યાત્વરૂપી પિશાચને તું ઝેરના લવલેશ માત્રને કરતો નથી, માટે સંસારસમુદ્રને વિષે તું બુડી જઈ અનંત સંસાર રઝળીશ.
શ્રાદ્ધસમાચારી જ્યાં જિનભુવન હોય, જ્યાં સાધુઓનું આગમન હોય,જ્યાં સ્વામીભાઈઓ વસતા હોય ત્યાં શ્રાવકને રહેવું કહ્યું.
શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર અર્થદીપિકયામ્ દસમું દેશાવકાશિત વ્રત પાલવા સંબંધી રાજાના ભંડારી ધનદની કથા છે.
શ્રાદ્ધવિધી સાધુનું સામૈયું કરવું કહેલ છે.ધર્મઘોષસૂરિના નગરપ્રવેશ મહોત્સવે શ્રાવકે બોંતેર હજાર ટંક ખચ્યું છે.
વસ્ત્રપાત્ર પ્રમુખ ઉપકરણને ગુરુદ્રવ્ય કહેલ છે.
ચોમાસામાં ખાંડ, ખજુર,દ્રાક્ષ,મેવા સુકવણી,શાકભાજી વિગેરે અભક્ષ્ય કહેલા છે; કારણ કે તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે.
(૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org