________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
મૂળો પંચાંગ ત્યાજય છે.
કૃષ્ણ મહારાજા તથા ચેડા મહારાજા પોતાના સંતાનોને પણ પાણીગ્રહણ ન કરાવવાનો નિયમ હતો.
પ્રથમ પૌષધ લઈ પછી રાઈ પડિકમણું પડિલેહણ કરે,કારણ કે દિવસના ચાર પહોરનો અને રાત્રિનો ચાર પહોરનો પૌષધ કહેલ છે.આવી રીતે લે તો જ ચાર પહોરનો કાળ પૂરો થાય. મોડો લે તો મોડો પારે, સૂર્ય ઉદય અગાઉ પૌષધ લેવો જોઈએ. શ્રાદ્ધવિધિ
ચોમાસામાં શ્રાવક પણ પૌષધમાં પાટ ઉપર સંથારો કરે. કાષ્ટના આસન, પાટ-પાટલા શ્રાવક પોતાને માટે કરાવી ઉપાશ્રયમાં મૂકે. ઈતિ શ્રાદ્ધવિધૌ વિચારરત્નાકર, આવશ્યક ચૂર્ણ દેરાસરજીમાં સારા અજવાળેલા વાસણો ન રાખે તો દોષ લાગે. ઈતિ શ્રાદ્ધવિધૌ.
પરમાત્માની પૂજા, પુરુષો બે વસ્ત્ર પહેરીને અને સ્ત્રીયો ત્રણ વસ્ત્ર પહેરીને કરે. તમામ બાબતથી શુદ્ધ થઈને પૂજા કરે.
ભોજન કરેલ અશુદ્ધ વસ્ત્રથી પૂજા પણ ન થાય.
ઉપવાસાદિક પોરિસી પ્રત્યાખ્યાન દાંતશુદ્ધિ વિના પણ પૂજા થઈ શકે છે.
આઠ પડથી મુખકોષ બાંધ્યા વિના પૂજા ન કરવી.
શ્રાવકને સાધુ પાસેથી કાગળ પેન્સીલ લઈને પોતાના કામમાં કાંઈપણ વપરાય નહિ.વાપરે તો ગુરુદ્રવ્ય ભક્ષણનો દોષ આવે સ્થાપના નૌકરવાળીનો દોષ નથી, કારણ કે ધર્મકાર્યોના ઉપયોગમાં આવે છે તેથી, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, શ્રાવકથી ન વપરાય.
શ્રાવકથી દેરાસરની કાંઈ પણ વસ્તુ ન વપરાય નિરંતર પર્વદિવસે વાર્ષિક દિવસે કેટલીક ખાદ્ય સારી વસ્તુ દેવગુરુ પાસે ધરીને પછી જ વાપરવી.
M૧૪૮)
૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org