________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
કાળ સ્વભાવ નિયતિ પૂર્વકર્મ અને પુરૂષાર્થ એ પાંચ સમવાય વડે કરી કાર્ય સિદ્ધ માનવાથી સમ્યકત્વ કહેવાય છે. અને તેમાંથી કોઈપણ એક કાર્યવડે સિદ્ધિ માનવાથી એકાંત વડે કરી મિથ્યાત્વ કહેવાય છે,
સંબોધ પ્રક્રણે ચૌદસો ગુમાલીશ ગ્રંથના કર્તા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહેવું છે કે એકલી સ્ત્રિયોના પાસે સાધુ વ્યાખ્યાન કરે છે, અને જે ગચ્છમાં પુરૂષોના પાસે સાધ્વીયો વ્યાખ્યાન કરે. તે ગચ્છની મર્યાદા નાટકીયાના ટોળા જેવી જાણવી. આ ઉપરથી એવું જણાય છે કે એકલી સ્ત્રિયોની જ સભામાં સાધ્વીયો વ્યાખ્યાન કરે.
સંબોધ સિત્તરી પ્રક્રણ વૃત્તી ૧. રાજ કથા ૨. દેશ કથા ૩ . સ્ત્રિ કથા ૪. ભક્ત કથા ૫. મૃદુકારૂણિકી ૬ દર્શન ભેદિની ૩. ચારિત્ર ભેદિની એ સાત કથાઓ કહેલી છે. ગચ્છાચાર પન્ના
સંબોધ સિત્તર્યા ગમે તે મતાવલંબી હોય પણ રાગદ્વેષના ત્યાગથી જ મુક્તિ મેળવી શકે છે.
દારૂથી ઉન્મત્ત થયેલા કૃષ્ણના પુત્રોના દોષથી એકસો ને બત્રીશ કુલ કોટી યાદવોનો દ્વારિકામાં દાહ થયો, તેમાં છપન્ન કુલ કોટી યાદવો નગરમાં રહેતા હતા, અને બોંતેર કુલ કોટી યાદવો નગરની બાહર રહેતા હતા. તેઓ જેઓએ ચારિત્રગ્રહણ કરવું કબૂલ કર્યું તેઓને નેમિનાથ પ્રભુ પાસે મૂકી બાકીનાઓમાં જેઓ દ્વારિકાથી દૂર ગયા હતા. તેમને પણ ખેંચી લાવી અગ્નિમાં હોમ્યા હતા.
M૧૫ર)
૧૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org