________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ઠીકરી છે, ૩૩૩ યોજન નીચે તે કલશોમાં પાણી છે,૩૩૩ યોજના મધ્યમાં તે કલશોમાં વાયુ અને પાણી છે, ૩૩૩ યોજના નીચે તે કલશોમાં પાણી છે તે લઘુ કલશોમાથી પાણી ઉછલે છે, તે પાણીથી લવણસમુદ્રમાં મધ્ય ભાગે પાણીનો ગોલ કોટ બંધાયો છે.
ચાર મહાકલશોના અધિષ્ઠાયક પૂર્વે કાલ ૧, દક્ષિણે મહાકાલ ૨, પશ્ચિમે વેલંબ ૩,ઉત્તરે પ્રભંજન ૪ એ ચારે દેવતાઓ સોળ હજાર વીજન પાણીની માલાને તથા તેના ઉપર ચડેલી અઢી ગાઉ પાણીની વેલા દાબવાને જંબૂ તરફ ૪૨000 દેવતા, વેલા ઉપર ૬0000 દેવતા, ધાતકી તરફ વેલા ઉપર ૭૨૦૦૦ દેવતા સરવાળે વેલંધર અણુવલંધર દિશાના વિદિશાના મળીને ૧,૭૪૦૦૦ દેવતાઓ પાણીની વેલાને દાબે છે. લવણસમુદ્રમાં પાંચસો જોજનના મચ્છો છે અને લવણસમુદ્રના પાણીથી વેલા ચડે છે તેમાં જ્યોતિષ ચક્રવાલ છે, તેના વિમાનો દગ સ્ફટિક રત્તના છે.
નંદીષેણના ભવમાં ચારિત્રપર્યાય પંચાવન હજાર વર્ષનો કહ્યો છે.વસુદેવના પૂર્વ ભવમાં, પુષ્પમાલાવૃત્તી અને હૈમ નેમિચરિત્રે બાર હજાર વર્ષનો કહેલ છે.
વસુદેવના પૂર્વભવમાં નંદીષેણના મામાને ત્રણ કન્યાઓ કહેલી છે. હૈમ નેમિચરિત્રે સાત કન્યાઓ કહેલી છે.નંદિષેણ વૈયાવચ્ચે કરનાર મુનિએ પંચાવન હજાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આંબેલ કરેલ છે. નેમનાથ ચરિત્રે બાર હજાર વર્ષ કહેલ છે પણ વસુદેવ હિડિમાં કહેલ છે. તે ઠીક છે.
કૃષ્ણ મહારાજના ચાર ભવો કહ્યા છે. હેમચંદ્રાચાર્ય કૃત નેમિચરિત્રે પાંચ ભવ કહેલા છે.
કૃષ્ણ નરકથી નીકળીને તુરત તીર્થંકર નહિ થાય પણ પાંચમા ભવમાં થશે એવી તાડપત્રીય અગમ ચરિત્રે તથા હેમચંદ્રાચાર્યકૃત નેમનાથ ચરિત્રે તથા વસુદેવહિંડો પણ એમજ કહેલ છે.
૧૪૧)
૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org