________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
શ્રદ્ધાળુ માણસ પોતાની શક્તિ અનુસારે વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે, દ્રવ્યાદિ દોષ વડે કરી હણાયેલો તેને વિષે વિપક્ષપાતપણાને વહન કરે છે.
લવણસમુદ્રવિચાર
અસંખ્યાતા સમુદ્ર સર્વે આદિથી અંત લગે હજાર જોજન ઉંડા છે.અને લવણ સમુદ્ર માત્રાયે ઉંડો થતો થતો પંચાણું હજાર જોજન જંબૂ તરફથી જઈએ અને પંચાણું હજાર જોજન ધાતકી તરફથી આવીએ ત્યાં મધ્યે હજાર જોજન ઉંડો છે, એ સમુદ્રગોતીર્થ કહીએહજાર જોજન ઉંડો-દસ હજાર જોજન પહોળો સોલ હજાર યોજન ઉંચો જેમ કોટ હોય તેના પેઠે પાણીનો ઉપરની સંખ્યા પ્રમાણે કોટ છે. સોળ હજાર યોજન ઉંચું પાણી ચડે તેના ઉપર અઢી ગાઉ પાણીની વેલ બે વાર ચડે છે. હવે તે પાણી શાથી ઉછળે છે તે કહે છે. પૂર્વ દિશાએ વડવામુખ ૧, દક્ષિણે કેયુપ ૨, પશ્ચિમે રૂપ ૩,ઉત્તરે ઈશ્વર ૪, એ ચાર મોટા પાતાલકલશો રહેલા છે. તે કલશો લાખ જોજન ઉંચા, લાખ જોજન પેટમાંહે પહોળા, દસ હજાર જોજન મુખ પહોળું, દસ હજાર જોજનની પડઘી અને હજાર જોજન કલશની ઠીકરી છે. ૩૩૩૩૩ યોજન હેઠે કલશમાં પાણી રહે છે,૩૩૩૩૩ યોજન મધ્યમાં કલશમાં વાયુ અને પાણી છે,૩૩૩૩૩ યોજન ઉપર કલશમાં પાણી છે તેને યોગે ઉછળે છે. હવે પૂર્વના મોટા કલશ અને દક્ષિણના કલશના વચ્ચે અને દક્ષિણ તથા પશ્ચિમના મોટા લશના વચ્ચે તથા પશ્ચિમ તથા ઉત્તરના મોટા કલશના વચ્ચે અને ઉત્તરના તથા પૂર્વના મોટા કલશોના વચ્ચે લઘુ પાતાળ કલશોની નવ નવ પંક્તિઓ છે, ૨૧૫,૨૧૬,૨૧૭,૨૧૮,૨૧૯,૨૨૦,૨૨૧,૨૨૨,૨૨૩, એવી નવ નવ કલશની પંક્તિઓ ચારે બાજુ છે. સર્વે લઘુ કલશો ૭૮૮૪ છે. એ લઘુ કલશો દસ હજાર જોજન ઉંડા પહોળા છે, એક હજાર યોજન મુખ વાળા છે, એક હજાર જોજનની પડઘી છે,સો સો યોજનની
Jain Education International
૧૪૦
For Personal & Private Use Only
www.jainelibrary.org