________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
રત્નસંચયગ્રંથ પકવજળ અમુક કાળ સુધી અચિત્ત રહે છે. તે વિષે લખ્યું છે કે અગ્નિ ઉપર ત્રણ ઉકાળા આવે ત્યારે જળ પ્રાસુક થાય છે તેવુ પાણી સાધુને કહ્યું છે. પણ તેમાં એટલું વિશેષ છે કે ગ્લાન વિગેરે માટે ત્રણ પહોર ઉપરાંત એક મુહૂર્ત સુધી તે પાણી રાખી શકાય, તે અચિત્ત જળ મૂકવાનું પણ જો યોગ્ય સ્થાન ન હોય તો એક મુહૂર્તની અંદર પણ સચિત્ત થઈ જાય છે. જો ત્રિફલા અગર રાજચૂનો વિગેરેથી પ્રાસુક કર્યું હોય તો ત્રણ મુહૂર્ત (છ ઘડી) પછી પ્રાસુક થાય છે, એમ જિનેશ્વર મહારાજાએ કહ્યું છે, પ્રાસુક કર્યા પછી પાછું તે જ ઘડીએ સચિત્ત થાય છે.
- રાગ અને સ્નેહમાં ફરક રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ. અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદિક ઉપર પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે એ પ્રકારે રાગ અને સ્નેહમાં ફેર છે.
ઋષિમંડલ વૃત રામના ભાઈ ભરત મોક્ષે ગયા છે, બીજે ઘણે ઠેકાણે પણ એમજ કહેલ છે.
ચૌદ પૂર્વધર જઘન્યથી છ દેવલોકે જાય છે, મહાબલઋષિ પાંચમે દેવલોકે ગયા તે પૂર્વ વિસરિત છે.
હષિમંડલસૂત્રે અભયકુમાર મુનિ શ્રેષ્ઠ વિજય વિમાને ગયેલ છે તેમ કહેલ છે અને હેમવીરચરિત્રે સવાર્થ સિદ્ધ વિમાને ગયેલ છે એમ કહેલ
છે.
૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org