________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વાયુકાયના પુદ્ગલ તથા આહારકશરીરનાધૂંધલા તે વિસ્રસા પુદ્ગલ અને છ પ્રકારની દ્રવ્ય લેશ્યાના ઈત્યાદિક વસ્તુ આઠ ફરસી જે છે તે માંહેલા જે પુદ્ગલના ખંધમાં કર્કશ અને ભા૨ી ફરસના પુદ્ગલ ઘણા હોય તથા સુકુમાલ અને હલકા પુદ્ગલ ઘણા હોય તે દૃષ્ટિગોચરમાં ન આવે.ઉપરાંત ઔદારિક,શરીરાદિક પ્રમુખ સર્વના જે દીઠામાં આવે છે એ માટે આઠ ફરસી પુદ્ગલ દષ્ટિગોચરમાં આવે અને નહિ પણ આવે. પત્ર ૭૩૨ માં છે.
પંચ પરમેષ્ટિ વર્ણ
અરિહંત ઘાતીકર્મનો અેદ કરી ઉજ્જવલ થયા છે તેથી તેનો શ્વેત વર્ણ રાખવામાં આવેલ છે.સિદ્ધ આઠે કર્મોને ક્ષીણ કરવા માટે લાલચોળ થયેલા હોવાથી તેનો લાલ વર્ણ રાખવામાં આવેલ છે. આચાર્ય ઉપદેશરૂપી અમૃતવડે ભવ્ય જીવોને બોધ કરી રીઝવી સુવર્ણ સમાન બનાવે છે અને પોતે પણ તેવા જ થયેલા છે તેથી તેનો પીળો વર્ણ રાખવામાં આવેલ છે. ઉપાધ્યાય પઠન-પાઠનાદિક વડે અનેક મુનિયોને આર્દ્ર કરે છે તેથી તેનો નીલવર્ણ રાખવામાં આવેલ છે.સાધુ પાંચે વર્ણવાળા મિશ્રિત હોવાથી તેનો શ્યામ વર્ણ રાખવામા આવેલ છે. બીજા પણ કારણો રહેલા છે તે ગુરુગમથી જાણી લેવા.
પાંચ પ્રકારના અવગ્રહો
૧ દેવ સંબંધી સૌધર્મેદ્રનો દક્ષિણનો, ૨ ઈશાન ઈંદ્રનો ઉત્તરનો, ૩ છ ખંડનો ચક્રીનો, ૪ શય્યાતરના મુકામના માલિકનો, ૫ ઉપાશ્રયમાં પ્રથમ આવીને રહેલ સાધુનો એ પાંચ પ્રકારના અવગ્રહો કહ્યા છે.
પિંડનિયુક્તિ
ઉંટડી, ગાડરી, ઘેટીનું દૂધ અભક્ષ્ય કહેલ છે.
Jain Education International
૧૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org