________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પંચાંગ નમસ્કાર કરવાનું કહેલું છે.જુઓ ચૈત્યવંદન ભાષ્યઅર્ધ ગાથા
पणिवाओ पंचांगो, दोजाणुमकरदुगुत्तमंगेन ।
ભાવાર્થ- પ્રણિપાત બે ઢીંચણ, બે હાથ ને એક મસ્તક આ પાંચને ભેગા કરવાથી પંચાંગ નમસ્કાર કહેવાય છે. એટલે પાંચે નમ્ર અંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરવો. આચારાંગ ચૂર્ણિમાં કહેલ
છે.
कहं नमति सिरपंचमेण काएणं ईति
ભાવાર્થ- મસ્તક છે. પાંચ મુંજને વિષે એવા શરીર વડે કરને કેવી રીતે નમસ્કાર કરે છે. તે કહે છે.
एकांगः शिरसो नामेः सद्वयंगः करयोर्द्रयोः । त्रयाणां नमने त्र्यंगः, करयोः शिरसस्तथा ॥१॥ चतुर्णां करयोर्जान्वोर्नमने चतुरंगकः, शिरसा करयोर्जान्वोः, पंचांग: पंचमो मतः ॥२॥
ભાવાર્થ- એકલું મસ્તક નમાવવાથી એક અંગથી નમસ્કાર કરેલ કહેવાય છે બે હાથ જોડીને નમસ્કાર કરવાથી બે અંગવડે કરીને નમસ્કાર કહેવાય છે. બે હાથ અને એક મસ્તક વડે કરેલ નમસ્કાર ત્રણ અંગવડે કરેલ નમસ્કાર કહેવાય છે.બે ઢીંચણ અને બે હાથ વડે કરી કરેલો નમસ્કાર ચાર અંગવડે નમસ્કાર કરેલો કહેવાય છે. અને બે હાથ બે ઢીંચણો એક મસ્તક એમ પાંચ અંગોથી કરેલ નમસ્કાર પંચાંગ નમસ્કાર કહેલ છે.
આવશ્યક સૂત્ર ભાષ્ય અહંતુ આકાર યુક્ત સ્થાપના ૧,નામવડે કરી નામ ૨, ભાવવડે કરી ભાવ ૩ અંજલી આદિથી કરેલ નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. એ નામાદિક ચાર પ્રકારનો નમસ્કાર બાહ્ય અત્યંતરવડે કરવાથી
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org