________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ દેખવાથી ખેદ કરે તથા તેમનો પરિવાર તે ઉત્પન્ન થયેલા બાળકને નહિ દેખવાથી ખેદ પામે તેવા આશયથી જિનપ્રતિબિંબ કરીને ઈંદ્ર જિનમાતા પાસે મૂકે છે.
ઉપદેશપ્રસાદે નંદીષણ આષાઢભૂતિ આદ્રકુમાર મોક્ષે ગયા છે. બીજા પણ ઘણા પુસ્તકોમાં એમ જ કહેલ છે.
વંકચૂલ બારમેં દેવલોકે ગયેલ છે. રોહિણીયો ચોર પ્રથમ દેવલોકે ગયેલ છે.
સાવઘાચાર્ય તીર્થકર ગોત્ર ઉપાર્જ પછી નિરંતર મરણથી ૧૪ રાજલોક પૂરીને મનુષ્યભવ પામશે અને સમ્યકત્વ પામ્યા પછી અર્ધપુદ્ગલપરાવર્તને મોક્ષે જશે. ઉપદેશરત્નાકરે પણ એમજ કહેલ
દ્રોપદીને ધર્મરાજે પરણી પણ માળા પાંચેના ગળામાં નાખી. નાગશ્રીના ભવથી અનંતસંસાર.
ધવંતરી વૈદ્ય અભવ્ય સાતમી નરકે ગયેલ છે. મમ્મણશેઠ મરીને સાતમી નરકે ગયેલ છે. સત્યકી વિદ્યાધર નરકે ગયેલ છે.
કુમારપાલની જીવદયા સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે ૧૮ લાખ ઘોડાને, ૧૧ હજાર હાથીને ૮૦ હજાર ગાયોને ૫૦ હજાર ઉંટને, નિરંતર ગળીને પાણી પીવરાવતા હતા.
તીર્થંકર મહારાજા વાર્ષિક દાન લોકોની અનુકંપાથી આપે છે, પણ કીર્તિ માટે આપતા નથી.
કુલકોટીની સંખ્યા એવી પણ છે કે એક યાદવના ઘરમાંથી એક સો આઠ કુમાર નીકળે એવા એક કુળને કુલ, કોટી કહેવાય એમ વૃદ્ધા પાસેથી સાંભળ્યું છે, તત્ત્વ તો બહુશ્રુત જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org