________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ હોવાથી કાંઈપણ થયું નથી.
ચક્રવર્તીપદે રહેલ ચક્રવર્તી મરીને સાતમી જ નરકે જાય છે એમ કહેલ છે. હેમચરિત્રે તથા હરિભદ્રસૂરિકૃત દશવૈકાલિકવૃત્તિને વિષે પણ એમ જ કહેલ છે.
ભગવતી બારમે શતકે, નવમેઉદેશે ચક્રવર્તીઓ સાતે નરકે જાય છે તેમ કહેલ છે.
નવપદબાલાવબોધે. તીર્થકર મહારાજના જન્મકલ્યાણાદિક, પંચકલ્યાણાદિકને વિષે સાતે નરકે ઉદ્યોત થાય છે.
૧. પ્રથમ નરકે સૂર્યના સમાન ઉદ્યોત થાય છે. ૨. બીજી નરકે મેઘથી આચ્છાદિત સૂર્યના સમાન ઉદ્યોત થાય છે. ૩. ત્રીજી નરકે ચંદ્રના સમાન ઉદ્યોત થાય છે. ૪. ચોથી નરકે મેઘથી આચ્છાદિત ચંદ્રના સમાન ઉદ્યોત થાય છે. ૫. પાંચમી નરકે ગૃહ, તારા સમાન ઉદ્યોત થાય છે. ૬. છઠ્ઠી નરકે નક્ષત્ર, તારા સમાન ઉદ્યોત થાય છે. ૭. સાતમી નરકે તારા સમાન ઉદ્યોત થાય છે. એવી રીતે તીર્થકર મહારાજના પાંચે કલ્યાણકોને વિષે સાતે નરકને વિષે અનુક્રમે પ્રકાશ થાય છે તે પ્રકાશ-સુખ અંતર્મુહૂર્ત સુધી રહે છે.
નિર્વાણલિકાયામ્ ચોવીશ તીર્થકરના વર્ણ, લંછન,જન્મ, નક્ષત્ર, રાશિ, યક્ષ, યક્ષિણી, તેના નામ, ભુજા, આયુધ વિગેરે છે.
દશ દિપાલના વર્ણ, વાહન, આયુધ વિગેરે લખેલા છે. ગ્રહોના વર્ણો,ભુજા,આયુધો વિગેરે લખેલા છે.
પ્રવચનસારોદ્ધાર, ૧૩૬ મા હારે વળી લખ્યું છે કે ગ્રીષ્મઋતુમાં ઉષ્ણ જળ પાંચ પ્રહર પછી
M૧૨૦)
૧૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org