________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ નહિ.
દુર્યોધને ભીમસેનને ઝેર આપ્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય હોવાથી ઝેરની અસર થઈ નહોતી.
શ્રીપાલકુંવરને મારવા માટે ધવલશેઠે ઘણા ઉપાયો કર્યા છતાં પણ નિરુપક્રમ આયુષ્ય હોવાથી શ્રીપાલને કાંઈપણ થયું નહિ.
ધનશ્રેષ્ટિએ દ્રમુકને પોતાના નોકરને મારવા માટે ઝેર આપ્યું પણ તે નિષ્ફળ ગયું.બીજીવાર મારવાનો ઉપક્રમ કરવાથી મર્યો નહિ પણ કન્યા મળી ત્રીજી વખત મારવાનો ઉદ્યમ કરવાથી શેઠનો છોકરો મરણ પામ્યો અને શેઠ પણ મરણ પામ્યો અને દ્રમક નોકર ઘરનો માલીક થયો.
શ્રેષ્ટિની સ્ત્રીધનશ્રીએ યોગીએ બોલેલા વચનની પરીક્ષા કરવા નિમિત્તે તે યોગીને મારવા વિષમિશ્રિત બે લાડવા આપ્યા પણ યોગી નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી પોતે તે લાડવા નહિ ભક્ષણ કરતા તે ધનશ્રીના બે નાના નાના છોકરા ગામ બહાર તળાવની પાળે રમતા હતા તેમને એક એક લાડવો આપ્યો તેથી બન્ને છોકરા વિષથી મરણ પામ્યા પણ યોગી નિરુપક્રમી આયુષ્યવાળો હોવાથી તેને કાંઈપણ થયું નહિ.
વેતાલદેવે વિક્રમરાજાને મારવાના ઉપક્રમો કર્યા પણ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી વિક્રમ મર્યો નહિ અને વેતાલદેવ વિક્રમરાજાનો દાસ થયો.
મહાવીર મહારાજાને મારવા માટે ગોવાળીયાઓએ શૂલપાણી યક્ષ, ચંડકોશીયાનાગે, કટપૂતના રાક્ષસીએ, સુદ્રષ્ટ દેવતાએ, સંગમ દેવતાએ અને ગોશાલાએ મારવા માટે મરણાંત ઉપસર્ગો કર્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્યવાળા હોવાથી કાંઈપણ થયું નહિ.
પાર્શ્વનાથ મહારાજને કમઠ મેઘમાળીએ વરસાદ વિજળી વિગેરેથી મારવાનો અતિઉપક્રમ કર્યા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય
M૧૧૯)
ભાગ-૭ ફર્મો-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org