________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે.
૧. ચાર્વાકમતવાળા આત્મા નથી એવું માને છે. ૨. ક્ષણિકવાદિમતવાળા આત્મા નિત્ય નથી એમ માને છે. ૩. સાંખ્યમતવાળા આત્મા કર્મનો કર્તા નથી એમ માને છે. ૪. વેદાન્તિક મતવાળા આત્મા કર્મનો ભોક્તા નથી એમ માને છે. ૫. નાસ્તિક પ્રાય પજવના મતવાળા સર્વદુઃખવિમોક્ષ લક્ષણવાળી નિવૃતિ-મુક્તિ નથી એમ માને છે. ૬ નિયતિ મતવાળા મુક્તિ છે. એમ માને છે, પરંતુ સર્વભાવોનો અભાવ નયતત્વમાં હોવાથી અકસ્માતુ ભાવથી મુક્તિ મેળવવાનો ઉપાય નથી એમ માને છે. આવી રીતે એ ઉપરોક્ત છે સ્થાનને પૂર્વાચાર્ય મહારાજા મિથ્યાત્વના સ્થાન કહ્યા છે.
છ સ્થાન સમક્તિના કહે છે. ૧ આત્મા છે. ર આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. પ. આત્માને મુક્તિ હોય છે. ૬. આત્માને મુક્તિનો ઉપાય છે. એ ઉપરોક્ત છ સ્થાનને માનવાવાળો સમક્તિ દૃષ્ટિ ભવ્યાત્મા જીવ હશે તે નિશ્ચય મુક્તિમાં જશે
નિરૂપક્રમી આયુષ્યવાળા કંડુ રાજાને પર્વને વિષે પછાડ્યા છતાં પણ ચરમ શરીરી હોવાથી તે મરેલ નથી.
અશોક રાજાએ રોહિણીના પુત્રને મહેલના ઝરુખામાંથી નીચે ફેંકી દીધા છતાં પણ નિરુપક્રમી આયુષ્ય હોવાથી દેવતાએ અદ્ધર ઝીલી લઈ સોનાના સિંહાસન ઉપર સ્થાપન કર્યો હતો પણ મરેલ નથી.
જયંત રાજાને પાતાલસુંદરીએ ઝેર દીધા છતાં પણ ભોંયરામાંથી બહાર નીકળ્યો કે તુરત ઉલટી થવાથી ઝેર નીકળી ગયું, કારણ કે ચરમશરીરી હોવાથી નિરુપક્રમ આયુષ્ય નહિ. તુટવાથી મરણ થયું
૧૧૮
૧૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org