________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ભગવાન નિરુપમ ધૃતિ સંહનનવાળા હોય છે તથા ગૂઢ ઈંદ્રિયવાળા હોય છે. છિદ્ર રહિત પાણી પાત્રવાળા હોય છે. જ્ઞાનાતિશય સમન્વિત હોય છે. તથા અનન્ય તુલ્ય હોય છે.
ધર્મોપદેશમાલાવૃત્તો લાયક સમક્તિના ભવ ત્રણ જ હોય છે. નેમિનાથ ચરિત્રને વિષે કૃષ્ણના પાંચ ભવ કહેલા છે, પણ ઉત્કૃષ્ટથી ક્ષાયિક સમક્તિના ચાર ભવ જ કહેલા છે, કૃષ્ણના ભવ સંબધી મતાંતર જણાય છે. ધર્મોપદેશમાલાવૃત્ત. કૃષ્ણવિષાદે નેમિનાથ મહારાજે ત્રણ જ ભવ કહેલા છે. તત્વકેવલી જાણે.
ધર્મોપદેશમાલાયામ્ યુદ્ધમાં બાણના પ્રહારને સહન કરનારા ઘણા છે, પણ કામદેવના બાણના પ્રહારને સહન કરનારા આ પૃથ્વી ઉપર થોડા છે.
ધર્મસંગ્રહે પત્ર ૧૧ મેં યશોવિજયજી ઉપાધ્યાયજી
બન્ને પખવાડીયાની ચોથ, છઠ, આઠમ, નોમ, બારશ,ચૌદશ, પૂર્ણિમા, અમાવસ્યા આ તિથિયે દીક્ષા આપવા માટે મનાઈ છે, છતાં કોઈ ગીતાર્થ ગુર્વેદિક સબળ બીજા કારણોથી આપે તો મનાઈ નથી,
શાલીના(ડાંગરના) ખેતરમાં, શેલડીના ખેતરમાં બાગબગીચામાં,વનના કોઈક ભાગમાં,કમલના તલાવ પાસે અને જિનેશ્વર મહારાજાના ચૈત્ય પાસે દીક્ષા અપાય છે.
નયો પદેશે ૧. આત્મા નથી. ૨. આત્મા નિત્ય નથી. ૩. આત્મા કર્તા નથી. ૪. આત્મા ભોક્તા નથી. ૫. આત્માને મુક્તિ નથી. ૬. આત્માને મુક્તિનો ઉપાય નથી. એ ઉપરોક્ત છ મિથ્યાત્વના સ્થાન
૧૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org