________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
એવી રીતે શેષનાગમાં કહેલું છે. ચાર ભાર વનસ્પતિ પુષ્પવિનાની છે, આઠ ભાર વનસ્પતિ પુષ્પ તથા ફળવાળી છે,છ ભાર વનસ્પતિ વેલડીયો છે. અથવા ૬ ભાર કાંટા, ૬ ભાર સુગંધી, ૬ ભાર નિર્ગધી, અગર ૪ ભાર પુષ્પ, ૮ ભાર ફળ પુષ્પ,૬ ભાર વેલડીયા, વળી ૪ ભાર ફુલ વિનાની, ૮ ભાર ફળ વિનાની, ૬ ભાર ફળફુલ વિનાની તેમાં ચાર ભાળ કડવી, ૨ ભાર તીખી, ૩ ભાર મીઠી, ૩ ભાર મધુરી, ૧ ભાર ખારી, ૨ ભાર કષાયી, ૧ ભાર વિષમયી, ૨ ભાર નિર્વિષમયી, એવી રીતે ૧૮ ભાર વનસ્પતિનું સ્વરૂપ કહેલું છે. નરકગતિમાં ૯૫,૬૮,૯૯,૦૦૦ રોગો હોય છે. ઉપદેશરત્નાકરે.
જ્યારે મેઘ ગર્જના કરવા માંડે છે અને વરસે છે ત્યારે સમુદ્રની સજીવ છીપો સ્વાભાવિક રીતે જ સમુદ્રના પાણી ઉપર આવી મુખ પહોળું કરીને રહે છે, પછી સ્વાતિ નક્ષત્રના જેટલા નાના મોટા પાણીના બિંદુઓ તે છીપોમાં પડે છે તે બધા મોતી થઈ જાય છે, ઉપદેશરત્નાકરે.
નિર્મલ પાણીથી ભરેલા ચંડાલના કુવાના પેઠે ચારિત્ર રહિત શ્રુતવાન હોય તો પણ સજ્જન પુરુષો તેને આદરમાન આપતા નથી. ઉપદેશરત્નાકરે,
વીર પરમાત્મા ઉપર ગોશાળાએ તેજલેશ્યા મૂકી હતી, તેનો તાપ એટલો બધો હતો કે તે સોળ દેશ બાળી મૂકે, તે તાપથી છ માસ સુધી ભગવંતને લોહીખંડ ઝાડા થયા હતા. ઉપદેશરત્નાકરે,
ઉપમિતીભવપ્રપંચગ્રંથે જેઓ સ્તૂપને માનતા નથી, તેઓ ચાર ગતિરૂપ સંસારમાં ભમે .
૧૦૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org