________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
શ્રાવિકાને રાત્રિએ દેરાસરજીમાં પ્રવેશ કરવાની મનાઈ કરેલ
ત્યાગીયોને પણ દેરાસરજીમાં વાસ કરવાની મનાઈ કરેલી છે. ધર્મ વિનાનો જીવ અનાથ છે.જાઓ અનાથી મુનિનું દૃષ્ટાંત
ઉપદેશમાલાકર્ણિકાયામ્ મનુષ્યોની દુર્ગધ આઠસોથી હજાર યોજન ઉંચી જાય છે.
ઉપદેશમાલાયામ્ સંયમથી ચૂકેલા પણ શુદ્ધ પ્રરૂપક પાસે ધર્મશ્રવણ કરવો, કારણ કે તેને વખાણેલ છે.
ઉપકેશગચ્છ પટ્ટાવલી ઉપકેશગચ્છ પટ્ટાવલીમાં કહેલ છે કે પાર્શ્વનાથજીના શુભગણધર ૧, તેમના શિષ્ય હરિદત ૨, તેમની પાટે આર્ય સમુદ્ર ૩, તેમની પાટે કેશીગણધર થયેલા છે એવી રીતે ઉપરોક્ત પટ્ટાવળીમાં લખેલ છે.
પાર્શ્વનાથ તીર્થંકરની પાટે શુભદત્તગણધર, તેની પાટે શ્રી હરિદત્તસૂરિ, તેની પાટે આર્યસમુદ્રસૂરિ, તેની પાટે ચાર જ્ઞાનને ધારણ કરનાર કેશીકુમાર ગણધર, મહાનાસ્તિક પ્રદેશી રાજાને બોધ કરનાર, તેની પાટે સ્વયંપ્રભસૂરિ, તેની પાટે રત્નપ્રભસૂરિ-એવી રીતે સાત થયા, તે રત્નપ્રભસૂરિએ બહુ જ બોધ આપીને મિથ્યાદૃષ્ટિ ક્ષત્રિયોને પણ શ્રાવકો કર્યા-ઉપકેશ વંશ ઓસવાલ એવી ખ્યાતિવાળો થયોતેની ઉત્પત્તિ નીચે મુજબ કવિતામાં છે.
વર્ધમાન જીનથકી, વરસ બાવનપદ લીધો. શ્રી રત્નપ્રભસૂરિ નામ, તસુ સહ ગુરૂ દીધો. તાહુ અટ્ટ દસ વરસ નયરઉ એશી આયા.
M૧૦૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org