________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે અને તે સાતમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિમાંડી તેજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. શ્રેણિ વિષે કહ્યું છે કે-જીવને આખા સંસારમાં મોક્ષ પામે ત્યાં સુધીમાં નિશ્ચય ચાર વખત ઉપશમશ્રેણિ હોઈ શકે છે. વળી તે ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર હોઈ શકે છે, પરંતુ ક્ષપકશ્રેણિ તો આખા સંસારમાં એક જ વાર પ્રાપ્ત થઈ શકે છે. આખા સંસારમાં પરિભ્રમણ કરનારા જીવને તે કાળમાં એકજ જીવ આશ્રીને સાસ્વાદ સમક્તિ તથા ઉપશમ સમક્તિ પાંચવાર થઈ શકે છે. તથા ક્ષયોપશમ સમક્તિ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે.
સાસ્વાદન સમક્તિ બીજા સાસ્વાદન નામના ગુણસ્થાનકે હોય છે ઉપશમ સમક્તિ ચોથા ગુણસ્થાનકથી આરંભીને આઠમા ગુણ સ્થાનક સુધી એટલે અગ્યારમા ઉપશાંત મોહ સુધી હોય છે. ક્ષાયિક સમક્તિ ચોથાથી અગ્યાર સુધી એટલે ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. વેદક સમક્તિ અને ક્ષાયોપશમ સમક્તિએ બે અનુક્રમે ચાર ચાર ગુણસ્થાનકે વિષે એટલે ચોથા ગુણસ્થાનકથી માંડીને સાતમા અપ્રમતગુણ સ્થાનક સુધી હોય છે. આ સિવાય બીજા ગુણસ્થાનકે હોતા નથી.
જીવસમાસવૃત્તો કોઈક યુગલીયા જન્મથી જ ક્ષાયિક સમક્તિવંત હોય છે અને કોઈક જાતિસ્મરણાદિકે કરી સમક્તિ પામે છે માટે યુગલીયા સમક્તિ હોય છે.
એક સમયે ઉપશમશ્રેણીના પડિવર્જનારા જીવો ચોપન હોય છે, અને અંતર નવ વર્ષનું હોય છે.
એક સમયે ક્ષપકશ્રેણિના પડિવર્જનારા જીવો એકસો આઠ હોય છે અને અંતર છ માસનું હોય છે.
M૧૧૧)
૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org