________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ એમ સર્વોપશમ કરે છે. તેમાં અલ્પ આયુવાળો શ્રેણિસમાપ્તિને અવસરે મરણ પામ્યો થકી અહમિંદ્રપણે ઉપજે છે, સર્વાર્થ સિદ્ધપર્યત અહમિંદ્ર દેવતા થાય છે.
કહ્યું છે કે-ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયેલો કાળ કરે તો અહમિંદ્ર વિષે જાય છે. વળી મોટા આયુષ્યવાળો જીવ ઉપશાંત ગુણસ્થાને અંત કરે છે અને ચારિત્ર મોહની પ્રત્યેય લઈ જાય છે. એટલે ઉપશમાવેલા ચારિત્ર મોહનીયને પાછા ઉદયમાં લાવે છે.ઉપશાંતમોગુણસ્થાને ચડેલો જીવ અવશ્ય પડે છે. તે વિષે કહ્યું છે કે-ઉપશમશ્રેણિવાળો ચારિત્ર મોહનીયનો ઉદય પામીને તે થકી પાછો પડે છે, કેમકે કોઈક ઔષધાદિક પ્રયોગવડે જળનો મેલ નીચે બેસી જાય તો પણ પાછું વાયું વિગેરેના પ્રયોગથી તે પાણી મલિન જેમ થાય છે તેમ પ્રમાદના યોગથી ઉપશમી જીવ પડે છે. કહ્યું છે કે શ્રુતકેવળી ચૌદપૂર્વી આહારક શરીરની લબ્ધિવાળા, ઋજુમતિ, મન:પર્યવજ્ઞાનિ તથા ઉપશાંતમોહ એટલે અગ્યારમાં ગુણસ્થાનકવાળા પણ પ્રમાદના યોગથી તે જ ભવની પછી અનંતર ચારે ગતિવાળા થઈને અનંત ભવભ્રમણ કરે છે.
ઉપશમશ્રેણિવાળો જીવ એક જન્મને વિષે નિશ્ચય એક વાર ઉપશમશ્રેણિ કરે તે જીવ ક્ષપકશ્રેણિને પણ કરે, પરંતુ બે વાર ઉપશમશ્રેણિકરે તે તેજ ભવમાં ક્ષપકશ્રેણિને ન કરે.
અહીં અચરમશરીરી ઉપશમથી પડ્યા થકી પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વે પણ જાય છે. તે વિષે કહ્યું છે કે-ઉપશમશ્રેણિ ચડતાં અપૂર્વ આદિ એટલે અપૂર્વકરણ,અનિવૃત્તિ બાદર અને સૂક્ષ્મસંપરાય-એ ત્રણે ગુણસ્થાનકવાળા ઉંચે ચડતાં ઉપશમના ઉદ્યમવાળા એક એક ગુણસ્થાને ચડે છે અને પડતી વખતે અપૂર્વાદિક ચારે ગુણસ્થાનકોથી અનુક્રમે પડતા પડતા પહેલા ગુણસ્થાનક સુધી જાય છે. તથા જે ચરમશરીરી હોય તે પડતા પડતા સાતમે ગુણસ્થાનકે આવીને અટકે
૧૧0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org