________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કાઉસ્સગ્ન કરનાર મુનિને ક્ષેત્રદેવતા ઉપસર્ગ કરે નહિ.
ભક્તપ્રકીર્ણકે નિયાણા રહિત તેમજ ઉત્તમ રોમરાજી વિકસ્વર થઈ છે. એવો ભવ્ય જીવ ગુરૂની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે, તથા શ્રી સંઘને સ્વામિવાત્સલ્યાદિક ભક્તિવડે કરી પૂજે.
મરણસમાધિષ્પકર્ણકે સનકુમાર ચક્રવર્તીએ સાધુપણામાં સોળ રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા છે. | ઋષિમંડલસૂત્રે, ૧. ખરજ. ૨. આહાર અરુચિ,૩. આંખમાં તીવ્ર વેદના, ૪. કુક્ષિમાં વેદના, પ.ખાંસી, ૬. શ્વાસ, ૭.જવર- એ સાતે રોગો સાતસો વર્ષ સુધી સહન કર્યા છે.
| ગચ્છાચારપ્રકીર્ણકે સાધુ લુગડાને ત્રણ થીગડા આપે, ચોથું થીગડું આપે તો પ્રાયશ્ચિત આવે તેવી જ રીતે લુગડાને કારણ સભાવે ત્રણ ગાંઠ વાળે, ચોથી ગાંઠ વાળે તો પ્રાયશ્ચિત આવે.
ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી તેના મધ્યવર્તી કલ્પવ્યવહાર દશાશ્રુતસ્કંધાદિ મધ્યમ, અને નિશીથ અધ્યયનાદિ જઘન્ય, આના અંદર ગીતાર્થની નિશ્રાએ વિહાર કરવો પણ અગીતાર્થની નિશ્રાએ વિહાર કરવો નહિ.
સાધુઓને ચોમાસા વિના પાટ પાટલા વાપરવા કહ્યું નહિ. વિકલ્પી સાધુને કારણને લઈને આઠ માસ એક જગ્યાએ રહેવાનું કહેલ છે.
પ્રકીર્ણની ઉત્પત્તિ તીર્થકર ગણધરોથી થયેલી છે, માટે ગણધર શિષ્યો વિગેરે તીર્થકરના હસ્તદીક્ષિત સાધુઓથી પ્રકીર્ણકોની ઉત્પત્તિ થઈ છે.
93.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org