________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ મહાવીરસ્વામીજી એ તીર્થકર મહરાજાઓએ રાજયગાદી ગ્રહણ કરેલ નથી. બીજા ૧૯ તીર્થકર મહારાજા ગાદીપર હતા.
શ્રી જિનમંદિરના શિખર ઉપર દંડનું સ્થાપન કળશના પાછળના ભાગમાં થાય પણ આગળ થાય નહિ ઈતિ તિર્થોદ્ગાર પ્રકીર્ણકે
વર્તમાન ચોવીશીના ૨૩ તીર્થંકર મહારાજાઓ પૂર્વભવે માંડલિક રાજાઓ હતા. અને ઋષભદેવ તીર્થંકર ચૌદપૂર્વી હતા. તિત્વોગાલિય પયજ્ઞો
શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી મલ્લિનાથ પાર્શ્વનાથજી એ પૂર્વાન દીક્ષા લીધી હતી. બાકીના તીર્થંકર મહારાજાએ પશ્ચિમાડે દિક્ષા લીધી હતી. તિલ્યોગાલિયપયજ્ઞો
ઋષભવારે ભરત ચક્રવર્તી, અજિતનાથ વારે સગર ચક્રવર્તી, ધર્મનાથ તથા શાન્તિનાથના અંતર મધ્યે મઘવા ચક્રવર્તી, તથા સનકુમાર ચક્રવર્તી, પછી શાન્તિ, કુંથુ, અરનાથ આ ચક્રવર્તીઓ તીર્થકરો થયા છે, પછી અરનાથ મલ્લિનાથના અંતર મધ્યે સુભૂમ ચક્રવર્તી, તથા મુનિસુવ્રતસ્વામી વારે મહાપદ્મ ચક્રવર્તી તથા નમિ નેમિનિન અંતર મધ્યે અજિત ચક્રવર્તી, નેમનાથ પાર્શ્વનાથના અંતર મધ્યે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયેલ છે. તિત્વોગાલિયપયaો.
મઘવા અને સનકુમાર ત્રીજે દેવલોક, સુભૂમ તથા બ્રહ્મદત્ત સાતમી નરકે, બાકીના આઠ ચક્રવર્તીઓ મોક્ષે ગયા છે. તિત્વોગાલિયપયજ્ઞો.
આઠ બળદેવો મોક્ષે ગયા છે. નવમા બળદેવ પાંચમે દેવલોકે ગયેલ છે. તિલ્યોગાલિયપયો.
પ્રતિવાસુદેવો ૧. સાતમી નરકે, ૫. છઠ્ઠી નરકે, ૧. પાંચમી નરકે, ૧. ત્રીજી નરકે, એ નવ થયા. તિત્વોગાલિયપયaો.
પાંચમા આરાને છેડે ૧. વિષ, ૨. અગ્નિ, ૩ ક્ષાર, ૪. પાણીઆ પ્રકારે ચાર મેઘો વરસશે. તિથોગાલિયપયજ્ઞો.
૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org