________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સ્ત્રી અને અરતિ પરિષહ તે શીત પરિષદમાં આવે છે. નવત્તત્વમાં(અરતિ પરિષદને બદલે સત્કારપરિષહ લીધેલ છે) અને સુધા, તૃષા, શીતોષ્ણાદિ વીશ પરિષહો ઉષ્ણ પરિષદમાં આવે છે.
શીલાંગસૂરિએ આચારાંગ સૂત્રની વૃત્તિમાં આ સંબંધી કહેલુ છે કે શીતપરિષહ અનુકૂળ પ્રમાણે અનુભવાય છે.
અશ્લેષાનક્ષત્ર શનિવાર તથા બીજને દિવસે, શતભિષાનક્ષત્ર મંગળવાર તથા સાતમને દિવસે, કૃતિકા નક્ષત્ર રવીવાર પાંચમને દિવસે જેનો જન્મ થાય છે. તેને વિષકન્યા કહેવામાં આવે છે.આ કન્યાને યોગે પુરૂષનું મરણ નીપજે છે.
ચૌદ રાજલોકમાં જીવો કરતા શરીરો તેજસ અને કાર્પણ આ બબે હોય છે, તેથી જીવો કરતા શરીરો અધિક છે.
તીર્થંકર મહારાજાનું સમવસરણ ચોમાસામાં કોઈવાર હોય છે અને કોઈક દિવસ હોતુ નથી.
તથા સમવસરણ વિના પણ બાર પર્ષદાનિ સ્થિતિ જેમ સમવસરણમાં બેસે છે તેમજ બેસે છે. ઈતિ સેન પ્રશ્ન.
સમ્યદૃષ્ટિ જીવ એક સમયમાં સંખ્યાતાજ ચ્યવે છે.
પોતાની સ્વેચ્છાએ ઈચ્છાનુસાર વર્તન કરે તે જાંભક દેવ કહેવાય.
કોઈ પણ આંગુલનું માપ જ્યાં દર્શાવ્યું ન હોય ત્યાં તે ઉત્સધ આંગુલથી સમજવું અને પૃથ્વી તથા પર્વતોના માપ પ્રમાણ આંગુલથી પ્રમાણ કહેલ છે તે જ્ઞાની જાણે.
અજિતશાન્તિ સ્તવનમાં ૩૭ ગાથા છે પણ પાછલથી પમ્બિય ઈત્યાદિ ત્રણ ગાથા કોઈએ નાખી છે. પ્રવાહ પ્રસિદ્ધિનો થયેલ હોવાથી તે બોલાય છે. ઉપરના તમામ પ્રશ્ન ચિંતામણિમાં છે.
૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org