________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પ્રશ્નોત્તર રત્નાક્ર ગ્રંથ વસ્તુપાલમંત્રી મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીમાં કુરચંદ્ર નામે રાજા થયેલ છે અને ત્રીજે ભવે સિદ્ધ થનાર છે.
અનુપમાદેવી ત્યાં જ સીમંધરસ્વામી પાસે દીક્ષિત થઈ કેવલજ્ઞાન પામેલ છે. - આ હકીકત વસ્તુપાલના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વ્યંતર થયેલ છે તેમણે સીમંધરસ્વામીને પૂછીને પ્રગટ કરેલ છે.
આ હકીકત શ્રી વસ્તુપાલપ્રબંધમાં છે.
તથા શ્રી હીરસૌભાગ્ય કાવ્યમાં પહેલા સર્ગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થવર્ણનના અધિકારમાં કહેલ છે.
ઈતિ પ્રશ્નોત્તર રત્નાકર નામના ગ્રંથે પંન્યાસ મુક્તિવિજયજી ગણીકૃત પ્રશ્ન ૧૦૬ ૧૦૭ મે.
પ્રશ્નોત્તર રત્નચિંતામણી. સમક્તિ મહાવીરસ્વામીના વિચાર ગર્ભસ્તવન છાપેલા ભાગ બીજમાં પાના ૭૪૯ મે બીજા શાસ્ત્રની ગાથા મૂકી છે તેમાં અભવી ચોથે અનંતે, પડવાઈ પાંચમે અનંતે, તથા સિદ્ધાદિ આઠમે અનંતે કહેલા છે. વિજયાનંદસૂરિ મહારાજનું કહેવું એવું છે કે સિદ્ધને આઠમે અનંતે કહેવા સુગમ પડે છે.દિગંબરના ગ્રંથોમાં પણ આઠમે અનંતે કહેલા છે. ઈતિ પ્રશ્નોત્તરરત્નચિંતામણી સિદ્ધાદિકના અનંતાદિકનો વિચાર.
નિશ્ચય સમક્તિષ્ટિને વ્યવહાર સમક્તિ ઘણું કરીને હોય છે. વ્યવહાર સમક્તિવાળાને નિશ્ચય સમક્તિ હોય પણ ખરું અને ન પણ હોય. - વ્યવહારસમક્તિ નિશ્ચયસમક્તિ કારણ છે. દેવગુરૂની શ્રદ્ધા થઈ
૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org