________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૮૪ તીર્થકરો કેમ?ત્યારે વૃદ્ધપરંપરા વડીલવર્ગ એમ કહે છે કે એ વિજયોના શાશ્વતા ભાવ એહવા જ છે. પછી તો જ્ઞાનીગમ્ય છે. તત્વ કેવલજ્ઞાની મહારાજા જાણે. એ પ્રકારે વિદેહમાં જિનેશ્વર મહારાજાઓની સંખ્યા સંબંધી વિચાર કહ્યો.
આચાર પ્રદીપ ગ્રંથ સિદ્ધસેન દિવાકર સંબંધી પ્રબંધનો વિશેષ છે.
આગમસારે ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ,ધર્મકથાનુંયોગ એ ત્રણેને વ્યવહારમાં ગણેલા છે અને એક દ્રવ્યાનુયોગને નિશ્ચયમાં ગણેલ છે નયચક્રે તથા આગમસારે તથા દ્રવ્યગુણપર્યાયરાસે. - સાધ્વીએ કોઈને દીક્ષા આપવી નહિ સાધ્વીયે કોઈને આલોયણા પ્રાયશ્ચિત આપવું નહિ, કાળગ્રહણ લેવા નહિ અને સાધુએ કંદોરો બાંધવો તથા તરપણી આદિઉપકરણો રાખવા. ઈતિ આર્યરક્ષિતસૂરિ આચરણા.
આગારી અને અનગારીનો અર્થ શું ? ઘરબારી અને ઘરબારના સંબધ વિનાનો આવો અર્થ થાય છે. વિશેષમાં વિષયતૃષ્ણા ધરાવતો હોય તે આગારી અને વિષયતૃષ્ણાથી મુકત હોય તે અનગારી એ તાત્પર્ય નીકળે છે. વળી પણ વનમાં રહેલો હોય અને વિષયતૃષ્ણાથી વ્યાપ્ત હોય તો આગારી અને ગામમાં રહેતો હોય છતાં પણ વિષય તૃષ્ણાથી મુક્ત હોય તો પણ અનગારી કહેવાય છે. આગારી અનગારીની એ સાચી કસોટી છે.
આઠ જાતિના મોતીઓ ૧.છપમાંથી નીકળે તે. ૨. હસ્તિના મસ્તકમાંથી નીકળે છે
EE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org