________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ૯૪ મે.
ગુરૂ પાપ કરનાર શિષ્યને નિવારે છતાં તે પાછો ન હઠે તો ગુરૂને દોષ નથી, પરંતુ જાણતા છતાં ન કહે તો દોષ લાગે. સેનપ્રશ્ન પત્ર ૯૮ મે.
શય્યાતરનું વહોરી લાવનારને આંબેલનો દંડ આવે પણ વાપરનારને નહિ.
સાધુને આંબેલમાં જીરામિશ્રિત વસ્તુ કહ્યું છે.
નિરાશંદે આનંદરહિત, અંસુપુત્રનયણે આંસુવડે કરી પૂર્ણ નેત્રો ઈત્યાદિ ભક્તિ પ્રાગભાર સૂચકાનિ તેઓના વિશેષણો ઉપલબ્ધ થાય છે.
પ્રભુને આંગી પ્રમુખમાં વસ્ત્ર પહેરાવવાનો અધિકાર છે.ચોથી નરકને વિષે પણ પરમાધામીની વેદના હોય છે. ત્રણમાં હોય છે તે વચન પ્રાયિક છે.
બાહુબલીનું આયુષ્ય ચોરાશી લાખ વર્ષ પૂર્વનું હતું, પણ ભગવાન આદિનાથજી સાથે મુક્તિ જવાથી આયુષ્યનું અપવર્તન જણાવેલ છે.
તપથી નિકાચિત કર્મનો પણ નાશ થાય છે.
પાંચમા આરામાં જાતિસ્મરડા જ્ઞાન અને અવધિજ્ઞાન ન હોય તેવું લખાણ નથી.
તમામ ઈંદ્રો સમ્યગદૃષ્ટિ જ હોય છે.
દેવતા અને નારકીના જીવો પોતાનું આયુષ્ય છ માસ બાકી રહેલું હોય ત્યારે જ પરભવના આયુષ્યનો બંધ નાખે છે, અને તેટલા ટાઈમમાં આયુષ્યનો બંધન પડ્યો હોય તો બે ઘડી બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ નાખે છે, એમ કહેલ છે.
નવ નારદાદિક કલિપ્રિય હોવાથી પ્રથમ મિથ્યાદૃષ્ટિ હોય છે, પણ પાછળથી સમ્યગદૃષ્ટિ થાય છે, કારણ કે તેઓ સઘળા સ્વર્ગ અને
( ૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org