________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
છદ્મસ્થ સાધુના સાથે પણ કેવલી વિહાર કરે છે.
મુંજ ખજારીઆદિની સાવરણી સાધુથી ઉપાશ્રયમાં વાપરી શકાય નહિ.
સાધુ સાધ્વી ભરેલું વસ્ત્ર રાખે તો પ્રવચનનો ઉડ્ડાહ કરનાર ગણાય. ગચ્છાચાર પત્રો અવચૂરિ.
જ્યોતિષદંડકે સ્કંદિલાચાર્યે માથરી વાંચના શરૂ કરી ત્યારે વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણ મહારાજે પુસ્તકો લખ્યા છે. બન્ને સાથે થયેલ છે. યોગશાસ્ત્રમાં પણ એમજ કહેલ છે.
તિત્વોગાલિયપયન્નો દુષ્પસહસુરિ હાલમાં દેવલોકે છે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય જન્મ પામીને આઠમે વર્ષે નાગિલાચાર્ય પાસે દીક્ષા લેશે. અવશિષ્ટ રહેલા માત્ર દશવૈકાલિક સૂત્ર ભણશે. લોકો દસપૂર્વી કહી તેમની પૂજા કરશે. એકાકી વિહારી ૧૨ વર્ષ સંયમ પાળી અઠ્ઠમની તપસ્યા કરી સૌધર્મ દેવલોકે સાગર વિમાને જશે. ત્યાંથી ચ્યવી મોક્ષે જશે. તેના શરીરનો મહિમા લોકપાલ દેવો કરશે તેના સમયમાં ફલ્ગશ્રી સાધ્વી, નાગિલા શ્રાવક સર્વશ્રી શ્રાવિકા આ ત્રણે સૌધર્મ દેવલોકે જશે.
વિમલવાહન રાજા પ્રથમ નરકે જશે. સુમુખ મંત્રી થશે આ વખતે તપસ્યા એક ઉપવાસની તથા છઠની રહેશે. કદાચ કોઈ અઠ્ઠમની તપસ્યા કરશે તો ઈંદ્રમહારાજા આવી શ્રીસંઘની ભક્તિ કરશે.
શ્રેણિકનો જીવ નરકથી નીકળી શતધારનગરે સુભદ્ર રાજાની ભદ્રા ભાર્યા કુક્ષી પદ્મનાભ નામના તીર્થકર થશે. નવગણ. ૧૧ ગણધરો તમામ મહાવીર મહારાજાના પેઠે શરીર આયુષ્ય, દીક્ષા છદ્મસ્થ, કેવલ, નિર્વાણ વિગેરે જાણવા. ઈતિ તીર્થોદ્ગારપ્રકીર્ણકે
વાસુપૂજયજી, મલ્લિનાથજી, નેમનાથજી, પાર્શ્વનાથજી,
૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org