________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સિદ્ધાન્ત
૩ કોડી, ૮૧ લાખ, ૧૬ હજાર, ૯૭૦ મણનો ભાર થાય એવા એક હજાર ભારનો લોકમય ગોળો કોઈ દેવતા સૌધર્મ ઈશાન દેવલોકથી પૃથ્વી ઉપર નીચે પડતો મૂકે તે ગોલાને નીચે આવતા ૬ માસ,૬ દિવસ,૬ પહોર, ૬ ઘડી, ૬ પળ એટલે કાળે તે ગોળો ઘનવાન અને તનવાત કરી હણાતો છતો આંબળા સોપારી જેટલો થઈ નીચે પડે એટલે એક રાજપ્રમાણ થાય. ઈતિ રાજપ્રમાણ.
૧૯૪ના અંત સુધી સંખ્યાતા કહેવાય. તે અંકનું નામ શીર્ષ પ્રહેલીકા છે. તેના ઉપર એક અંક વધે તો અસંખ્યાતા થાય.
જીર્ણ પગે ભગવાન નેમનાથ મહારાજાએ કૃષ્ણ વાસુદેવના ૧૦૦ પુત્રો સાથે તથા બળદેવના ૭૨ પુત્રો સાથે તથા વસુદેવના પ૬૩ પુત્રો સાથે ૧ વરદત્ત રાજા સાથે તથા સમુદ્રવિજયના ૨૮ પુત્રો સાથે તથા ઉગ્રસેનના ૮ પુત્રો સાથે તથા બીજા ૮ મહારાજા સાથે તથા બીજા ૮ ના સાથે તથા દેવક રાજાના ૭ પુત્રો સાથે તથા ૨૦૫ યાદવ કુલના ક્ષત્રિય પુત્રો સાથે એવી રીતે કુલ ૧૦૦૦ પુરુષોની સાથે દીક્ષા લીધી હતી.
છુટક પગે વિજયસેનસૂરિ દિગંબરના ચૈત્ય યતિ શ્રાવકને વંદન કરવા યોગ્ય નહિ. એકલા ગૃહસ્થ શ્રાવકે પ્રતિષ્ઠિત ચૈત્યવંદન કરવા યોગ્ય નહિ. મિથ્યાત્વીના ધર્મ કર્તવ્યો અનુમોદન યોગ્ય નહિ. ઉત્કટ ઉસૂત્ર પ્રલાપીના ધર્મકર્તવ્ય અનુમોદન યોગ્ય નહિ.
સ્વપક્ષના ઘરને વિષે અવંદનિક પ્રતિમા હોય તે સાધુના વાસક્ષેપે વંદનિક હોય.
ભાગ-૭ ફર્મા-૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org