________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સૂત્રશાખો
એકાવતારી તીર્થંકર મહારાજના જીવોને ચ્યવનના ચિન્હો થતા નથી તે સંબંધી સૂત્ર શાખો. શ્રી વીરચરિત્રને વિષે શ્રીમાન્ હેમચંદ્ર મહારાજાએ કહ્યું કે- દેવતાને વિષે અગ્રણી દેવ વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને છેડે પણ કાન્તિવડે દેદીપ્યમાન દેહને ધારણ કરતો હતો. છ માસ આયુષ્ય બાકી રહ્યું છતે બીજા દેવો પ્રાંતસમયે મોહને પામે છે, પરંતુ મહાન્ પુન્યકર્મના ઉદયવાળા એવા તીર્થંકર મહારાજાઓએ કાંઈ પણ ચ્યવનના ચિન્હો જણાતા નથી. પરિશિષ્ટ પર્વને વિષે પણ વીર પરમાત્માએ શ્રેણીક રાજા પ્રત્યે કહેલું છે કે હે-રાજનું! એકાવતારી દેવોને અનંતકાળે પણ તેજનો ક્ષય થવો, ઈત્યાદિ ચ્યવનના ચિન્હો ઉત્પન્ન થતા નથી.
સૂત્રકૃતાંગ વૃત્તિને વિષે કહેલું છે કે જે દેવ તીર્થંકર થવાનો હોય છે તેને ચ્યવનકાલે પણ છ માસ પર્યત અત્યંત શાતાવેદની કર્મનો ઉદય હોય છે. વિશેષ લોકપ્રકાશ, કલ્પદીપિકાથી જોઈ લેવું
ભાવિ તીર્થકરના જીવો એકાવતારી દેવોને ચ્યવનના ચિન્હરૂપ વૃદ્ધાવસ્થા જરાનો સંભવ રહેતો નથી પણ તેથી રહિત દેવોને જરાનો સંભવ રહે છે. આચારાંગ સૂત્ર બૃહદ્ વૃત્તિને વિષે શ્રી શીલાંકસૂરિ કહે છે કે જરા અને મરણવડે વ્યાપ્ત થયેલો મૂઢ માણસ નિરંતર મહામોહથી ધર્મને સ્વર્ગને તથા અપવર્ગ(મોક્ષ)ને જાણી શકતો નથી. વળી સંસારને વિષે એવું સ્થાન પણ નથી કે જયાં જરા અને મૃત્યુ નથી. દેવતાને પણ જરાનો અભાવ નથી, કારણ કે તેને પણ ચ્યવનકાલે વેશ્યા, બલ, સુખ, વર્ણ, પ્રભુત્વહાનિ વિગેરે અને જરાનો સદૂભાવ પણ હોય છે. દેવતાઓ સર્વેને ચ્યવન કાલે માલ્યગ્લાનિ, કલ્પવૃક્ષકંપ, દષ્ટિનો બ્રશ, અંગનું કંપાયમાનપણું અરતિ વિગેરે ચિન્હો થાય છે. આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ તૃતીય અધ્યયન પ્રથમ ઉદ્દેશકવૃત્ત પણ દેવતાને જરાનો સદ્ભાવ હોય તેમ લખ્યું છે.
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org