________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ અને જ્યારે પ્રસન્ન થાય ત્યારે અનુગ્રહથી શીતલેશ્યા મૂકે છે. આ સિવાય બીજો વિધિ નથી.
- જિનેશ્વર મહારાજા પ્રથમ પૌરિષીને વિશે દેશના આપે છે. બીજી પૌરિસિને વિષે ગણધર દેશનાં આપે છે ત્યારબાદ લોકો પોતાને ઘરે જાય છે. પાછા ચોથા પહોરને વિષે સંપૂર્ણ પૌરિષી જિનેશ્વર મહારાજા દેશના આપે છે.
લોક પ્રકાશને વિષે તથા પદ્માનંદ મહાકાવ્યને વિષે પણ એમજ કહેલ છે કે તીર્થંકર તથા ગણધર સંપૂર્ણ પૌરિષી સુધી ધર્મદેશના આપે છે. તત્વાર્થ વૃત્ત
સોપક્રમી, નિરુપક્રમી બે પ્રકારના આયુષ્યો છે. અગ્નિ વિષ, શસ્ત્રો વિગેરેથી સોપક્રમી જીવોના આયુષ્ય તૂટે છે, કારણ કે શિથિલ હોય છે તેથી. ઇતિ તત્ત્વાર્થ બીજે અધ્યાયે, વિશેષાવશ્યકે આચારાંગ શીલાંકાચાર્યકૃતટીકાયામ્
છ પર્વિ સિવાય ગમે તે વખતે પૌષધ કરી શકાય છે તત્વાર્થ વૃત્તો,
ચારિત્રનું રક્ષણ કરવા માટે દીક્ષાને દિવસે જ પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તત્વાર્થ ટીકાયામ્
તત્વાર્થ ભાષ્ય ઉમાસ્વાતિ પ્રમાદથી પ્રાણનો ત્યાગ કરાવવો તે હિંસા કહેવાય છે.
શ્રી તીર્થક્ષે ભસ્મ રાશી ગ્રહની પીડાના પ્રતિઘાત માટે દેવતા મનુષ્યો તથા ગાય આદિકની લોકોએ આરત્રિકા કરી, તેથી લોકને વિષે મેરઈયાની પ્રવૃત્તિ થઈ.
વિષ્ણુકુમાર મુનિએ લાખ યોજનનું શરીર કરવાથી ભયભીત
૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org