________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચાર નિકાયના દેવો ઍવીને ચક્રવર્તી થાય છે અરિહંત તથા વાસુદેવો થાય છે તે વૈમાનિકદેવો જ થાય છે તેમ કહેલું છે.
૫ કરોડ,૬૮ લાખ, ૯૯ હજાર, પ૮૪ રોગો સાતમી નરકે છે. સંગ્રહણી સૂત્રે.
તીર્થકર મહારાજના જન્માદિક કલ્યાણકને વિષે નવ રૈવેયકના તથા અનુત્તર વૈમાનવાસી દેવો આવતા નથી કારણ કે તેની નીચે ઉત્પન્ન થયેલા દેવોને ઉપર જવાની શક્તિ નથી તેમજ ઉપર રહેલા દેવોને અહીં આવવાનું પ્રયોજન નથી ત્યાં રહ્યા થકી જ ભક્તિ કરે છે. દેવભદ્રકૃત સંગ્રહણીવૃત્તો
ક્ષ્મગ્રંથે પ્રથમ ઉપશમસમક્તિ પામનાર જીવ અંતકરણમાં નિશ્ચય ત્રણ પુંજને કરે છે. વળી તે ઉપશમસમક્તિથી પડેલો જીવ ક્ષયોપશમ સમક્તિને વિષે, અથવા મિશ્રને વિષે, અથવા મિથ્યાત્વને વિષે જાય
છે.
| ઉખર ક્ષેત્રને પામીને દાવાનળના અગ્નિથી બળેલી અને બળેલા વૃક્ષોવાળી ભૂમિને પામીને જેમ નવો દાવાનળ શાન્ત થાય છે. તેમજ જેણે પૂર્વે ત્રણ પુંજ ન કર્યા હોય એવો જીવ અંતરકરણ કરવાવડે કરી ઉપશમસમક્તિને પામે છે. અથવા, પોતાની શ્રેણીમાં એટલે ઉપશમશ્રેણિમાં રહ્યો તો ઉપશમસમક્તિને પામે એવી રીતે કર્મગ્રંથમા ઉપશમસમક્તિ પામવાનો ઉપાય કહેલો છે.
સ્ત્રીને ઉપશમ શ્રેણિ હોય છે, લયોપશમ સમક્તિને વમીનેજ નરકને વિષે જાય છે.
ભગવતી સૂત્ર તથા જીવસમાસ વૃત્તિમાં ક્ષયોપશમ સહિત નરકે જાય છે તેમ કહેલ છે. કર્મગ્રંથ વૃત્તો.
કર્મગ્રંથની ટીકામાં સિદ્ધના જીવોને પાંચમે અનંતે કહેલા છે.
96
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org