________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પછી ઉત્સર્પિણીની શરૂઆતમાં ૧. પુષ્પરાવર્તન, ૨.શીરોદક, ૩.અમૃતોદક, ૪. પંચમહારસોદક, પ.સર્વોષધિરસ એ પાંચ મેઘો વરસશે. તિત્વોગાલિયપયaો.
નંદીને અનુયોગ બન્ને પાંચમાં આરાના છેડા સુધી રહેશે. તિસ્થોગાલિયપયaો.
પંચાશક સૂત્રે બાવીશ તીર્થકરના સમયમાં પણ શ્રાવકોને અણુવ્રત તો પાંચ જ હોય કારણ કે તેમનાથ મહારાજ પાસે સયંલક રાજાએ પાંચ અણુવ્રત લીધેલા છે.
સામાયિક પૌષધમાં આભૂષણો ઉતારવાના કહ્યાં છે.
ભગવતી સૂરમાં શંખે આભૂષણો ઉતારી પૌષધ લીધેલ છે. તત્વાર્થવૃત્તિમાં પણ એમજ કહેલ છે, ફક્ત સૌભાગ્યવતી ન ઉતારે.
પૌષધ પારી, પૂજા કરી, પછી પૌષધ લેવો કહેલ છે તે પડિમાધર શ્રાવકને માટે છે, બીજાને માટે નહિ. અત્યારે પડિમા બંધ છે. ઈતિ પંચાશક સૂત્રે
સૂર્ય ઉદય થાય ને નૌકારશીનું પચ્ચખાણ પારે છે તે ખોટું છે, કારણ કે સૂર્ય ઉદય થયા પછી બે ઘડી પછી જ નૌકારશીનું પચ્ચખાણ થાય છે, તે પહેલા નહિ. ઈતિપંચાશકસૂત્રટીકાયામ્ તથા ધર્મસંગ્રહે, યોગશાસ્ત્ર, સેનપ્રશ્ન, પ્રવચનસારોદ્વારે અને શ્રાદ્ધવિધ. એમજ કહેલ છે,
ચૈત્યવંદનવૃત્તી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઈર્યાવહી પડિકમ્યા વિના ન થાય માટે ઈર્યાવહી પડિકમવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય. જઘન્ય મધ્યમ ઈર્યાવહી પડિકમ્યા વિના થાય. પ્રવચનસારોદ્વારે પણ એમજ કહેલ
૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org